________________
જાતિસ્મરણજ્ઞાનને વિષે સ્મૃતિ અને વિસ્મૃતિ બન્નેનો સંભવ રહે છે. ' જન્મોજન્મના અનુભવોનું જ્ઞાન ધોરણામાં સમાય છે અને ટકીને સ્થિર રહે છે, તો તેનું સ્મરણ એટલે પૂર્વભવનું જ્ઞાન.
હરેક જીવ પોતાનું વર્તન પૂર્વના સંસ્કાર અને અન્ય જીવો સાથેના સંબંધને આધારિત કરે છે. કેટલાંક કારણો તેમજ સંજોગોની સહાયથી આ પૂર્વના સંસ્કાર કે અન્ય જીવો સાથેનો પોતાનો સંબંધ સ્મૃતિપટ પર અંકાઈ જાય છે, અને વર્તમાન પ્રસંગ કે વર્તમાનની કડી ભૂતકાળના કોઈ ભવમાં મળી આવે છે. આ પ્રકારની
સ્મૃતિ થવી તે જાતિસ્મૃતિજ્ઞાન. આ જ્ઞાનનો પ્રકાશ દરેકને એકસરખો હોતો નથી. તેમજ દરેકને ચિરકાલીન રહેતો નથી. કાયમ એકસરખો પણ રહેતો નથી, એમાં વધઘટ થવાનો સંભવ હોય છે.
મિથ્યાત્વસહિત અજ્ઞાનદશા હોય તો પણ પૂર્વોક કારણોસર જાતિસ્મૃતિજ્ઞાન થવું સંભવે છે. તે જ્ઞાન સાત વર્ષની વય પૂર્ણ થતાં પહેલાં થયું હોય અને તપાસમાં સત્ય જણાયું હોય, તો પણ તેની વિસ્મૃતિ થોડા જ કાળમાં થઈ જાય છે, અને તે પરમાર્થે ઉપકારી થઈ શકતું નથી. આઠમા વર્ષના પ્રારંભ પછી ગમે તે વયે પૂર્વભવ જ્ઞાનનો ઉઘાડ થયો હોય, તો તે ટકી રહે છે અને આત્મજ્ઞાનના અપૂર્વ લાભનો અધિકારી બનાવે છે. તેમ છતાં કેટલાંકને કેટલાંક દિવસ સુધી તે જ્ઞાન રહે છે; એ પછી કાયમને માટે ચાલ્યું જાય છે. કેટલાંક ને વધુ સમય રહે છે. ઘણી વખત : સાત વર્ષની વય સુધીમાં પૂર્વભવની સ્મૃતિમાં પોતાનું જન્મસ્થળ, ગામ, નામ ઉપરાંત પોતાના કુટુંબીજનો જેવાં કે મા, બાપ, પત્ની, પુત્રાદિનું નામ સહિત જ્ઞાન આવે છે. આવા ઘણાં દષ્ટાંતો છાપાં કે પુસ્તક દ્વારા જાણવામાં આવ્યાં છે ને આવ્યાં કરશે. સત્યાસત્યનો નિર્ણય તો ચકાસણી બાદ થઈ શકે. કોઈ ઘટના બને, ત્યારે લાગે કે, આ તો પહેલાં પણ બની ચૂકી છે. આ પ્રસંગ તો ફરી ભજવાય છે. આવું અગાઉ પણ હું કરી ચૂક્યો છું, એવી લાગણી થાય. કોઈ અજાણ્યા સ્થળે ફરવા ગયા હોઈએ; તેવામાં કોઈ રસ્તો જોતાં કોઈ કારણ વિના તત્કાળ અંદરમાં તે દશ્ય પરિચિત હોય એવું સુખદ ભાન થાય, તેવું ક્યાંક ક્યારેક પણ જોયું છે, એવી સ્મૃતિનો ઝબકારો આવે, તે આ જ્ઞાનમાં સમાય છે. ક્યારેક, સતત એવો પ્રત્યક્ષ ભાસ થાય છે, આ પરિચિત ચીલો કેમ વારેઘડીએ આવતો હશે? :
- કોઈ વખત્ રસ્તે ચાલતાં સામે કોઈ અજાણી વ્યક્તિનો ચહેરો પરિચિત લાગે છે અને ક્યાં પણ જોયો હોય તેવી ઝાંખી થાય છે. તે પૂર્વ પરિચયની ઝાંખી, તે પણ જાતિસ્મૃતિજ્ઞાનનો એક પ્રકાર છે. કોઈક વ્યક્તિ સાથે અલ્પ જન્મ પુનર્જન્મ
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org