________________
ફોઈડના શબ્દોમાં કહીએ તો માનવી પોતે જ આંતરિક નરકમાં જીવી રહ્યો છે. તેનાથી પરિચય થાય તો તે આવા નરકમાંથી પણ મુક્ત થઈ જાય.
આવું નરક પૃથ્વીથી પરે નથી, પણ માનવીની અંદર જ છે. | મનોવૈજ્ઞાનિક કારેન હાનીએ પણ કહ્યું છે : માણસ ધારે, ઈચ્છ, સંકલ્પ
કરે, તો વધારે સારો, ઉન્નત બની શકે છે. - સાહિત્યકાર હની જેમ્સનાં ભાઈ અને હાવર્ડ યુનિવર્સિટીના પ્રો. વિલિયમ જેમ્સ તારવ્યું છે કે આપણી આંતરિક ક્ષમતાનો આપણે ક્યારેય પૂરો ઉપયોગ કરતા નથી. સંપૂર્ણ જાગરૂકતા, સતર્કતા રાખતા નથી. આપણે અહર્નિશ અર્ધ - નિદ્રાવસ્થામાં જ હોઈએ છીએ. આ બધા પ્રમાદના આવિષ્કાર છે.
માણસ જીવે, ખાઈ - પી ને મરી જાય એના જેવી નિરર્થક ઘટના વિશ્વમાં કોઈ નથી. આપણે પોતાથી જ અજાણે રહી વિરમી જઈએ છીએ, એ સૌથી કમનસીબ બીના છે. માનવીની સ્વાધીનતા નિરૂપયોગ વેડફાઈ જાય એના જેવો બીજો કોઈ વેડફાટ નથી. રત્નચિંતામણિ જેવો મનુષ્યભવ નિષ્ફળ - કશું નિષ્પન્ન કર્યા વગર વહી જાય, એ માનવજીવનની સૌથી મહતુ કરૂણા છે. જે ભવમાં આત્માથી પરમાત્મા સુધીની યાત્રા સંભવ છે. | જીવન સંધ્યાએ, તા. ૨૭ જુલાઈ ૧૯૪૧ ના રવીન્દ્રનાથ ટાગોરે પ્રથમ દિનેર સૂર્ય કવિતા રચી. અસ્તિત્વનાં પ્રથમ કિરણો વખતે જે પ્રશ્ન પૂછયો હતો - સંધ્યાના આથમતાં કિરાણો વખતે જે પ્રશ્ન દોહરાવ્યો હતો, તેનું આલેખન કરતાં કવિ કહે છે એ જ આચારાંગના પ્રથમ પ્રશ્રની વાત.
પ્રથમ દિવસના સૂર્ય અસ્તિત્વના આવિર્ભાવ વખતે પ્રશ્ન કર્યો હતો : 'તું કોણ છે? ઉત્તર મળ્યો ન હતો.
મેલેનિ ઉત્તર. વર્ષો પછી વર્ષો વીતતાં ગયાં. અંતિમ દિવસના સૂર્ય પશ્ચિમસાગર તીરે નિ:સ્તબ્ધ સંધ્યામાં અંતિમ પ્રશ્ન ઉચ્ચાર્યો. ‘તું કોણ છે? ઉત્તર પામ્યો નહિં.
પેલેનિ ઉત્તર. પ્રથમ દિવસે ઉત્તર મળ્યો નહિં અને અંતિમ દિવસે ઉત્તર પામ્યો નહિં. ઉત્તર મળ્યો નહિ અને ઉત્તર પામ્યો નહિં વચ્ચે જીવનભરનો આયાસ પથરાયેલો છે. પ્રથમ પ્રશ્ન અને અંતિમ પ્રશ્ન, પ્રથમ દિવસે અને છેલ્લા દિવસે, એ વચ્ચેના ગાળામાં ઉત્તર પામવા કવિએ શું પુરુષાર્થ નહિં હોય?
સ્વપ્ન” કાવ્યમાં ટાગોર કહે છે : પૂર્વભવની પ્રિયાની વાત :
‘દૂર, બહુ દૂર સ્વપ્નલોકમાં ઉજ્જયિની નગરીમાં શિપ્રા નદીને કાંઠે એકવાર હું મારી પૂર્વજન્મની પ્રથમ પ્રિયાની શોધમાં ગયો હતો. એને મુખે લોઘરેણું, હાથમાં લીલાં પદ્મ, કર્ણમૂળમાં કુન્દની કળી, માથામાં કરૂબંકનું ફૂલ, પાતળી
જન્મ પુનર્જન્મ
૯૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org