________________
પડે છે, તે દુ:ખ સકારણ હોવું જોઈએ. એ ભૂમિથી મુખ્ય કરીને વિચારવાનની વિચારશ્રેણી ઉદય પામે છે. અને તે પરથી અનુક્રમે આત્મા, કર્મ, પરલોક, મોક્ષ આદિ ભાવોનું સ્વરૂપ સિધ્ધ થયું હોય એમ જણાય છે. (પત્ર ક્રમાંક ૬૪૬) અંગ્રેજી સાહિત્યમાં અનંતતા, શાશ્વતી વગેરે માટે શબ્દો છે, પણ ‘અનાદિ’ માટે નથી. કારણ કે પશ્ચિમી વિચારપરંપરામાં ‘અનાદિ’ શબ્દ આવતો જ નથી. એટલે ‘અનાદિ થી અનંત' દર્શાવવા ખલિલ જિબ્રાને from pre-enternity to eternity વાક્ય પ્રબંધ પ્રયોજ્યો; અનંતતાની અગાઉથી અનંત સુધી.
r
જૈનદર્શન અનુસાર સૃષ્ટિ અનાદિ અનંત છે. એની શરૂઆત નથી. તેમ અંત નથી, એટલે કે એના સર્જન વિસર્જનનો સવાલ રહેતો નથી. સૃષ્ટિમાં કેટલાક નિયમો છે. દરેક પદાર્થ પ્રકૃતિના નિયમ અનુસાર વર્તે છે.
કર્મનો નિયમ પણ એવો જ એક નિયમ છે. આત્મા એક અનાદિ, અનંત ચૈતન્યરૂપ પદાર્થ છે. પોતે અમૂર્ત, સ્વતંત્ર, સર્વથા પવિત્ર હોવા છતાં પરપદાર્થના-પુદ્દગલના સંયોગે દેહધારી, પરાધીન અને મિલન બને છે. એ કર્મ કરે છે અને તેનું ફળ ભોગવે છે. પુનર્જન્મ છે, જો ન હોય તો કર્મનું વ્યવસ્થાતંત્ર નિરર્થક ઠરે. જૈન મત મુજબ કર્મ કરનારને તેનું ફળ આપોઆપ પ્રાપ્ત થાય છે. કર્મફળ આપવા માટે ઈશ્વર જેવી કોઈ સત્તાની આવશ્યક્તા નથી. જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, તેમ ફળ ભોગવવામાં પણ સ્વતંત્ર છે. તેજ રીતે જૈન દર્શન ઈશ્વરને અધિષ્ઠાતા પણ નથી માનતું. એની માન્યતા મુજબ સૃષ્ટિ અનાદિ અનંત હોવાથી, કોઈએ ઉત્પન્ન કરી નથી, તથા એ પોતેજ પરિણમનશીલ હોવાથી ઈશ્વરના અધિષ્ઠાનની અપેક્ષા રહેતી નથી. તીર્થંકરો છે, તે પણ સૃષ્ટિના સંચાલક એવા ઈશ્વર નથી. તેઓ વીતરાગ છે. આત્મવિકાસના સર્વોચ્ચ પદે પહોંચેલા હોવાથી પૂછ્યું છે.
ગીતામાં શ્રીકૃષ્ણે સ્પષ્ટ કર્યું છે :
न कर्तृत्वं न कर्माणि, लोकस्य सृजति प्रभुः । कर्मफल संयोगं, स्वभावस्ते प्रवर्तते ॥
न
(અ. ૫, શ્લોક ૧૪) અર્થાત્ : પ્રભુ લોકને સર્જતો નથી; તે કર્તા નથી. તેમ જ લોક સર્જન એ તેનું કામ નથી. વળી તે કર્મના ફળનો સંયોજક પણ નથી. પરંતુ દરેક વસ્તુ પોતપોતાનાં સ્વભાવ પ્રમાણે વર્તે છે.
કર્મનુ બંધન છે ત્યાં સુધી જન્મ-મરણ છે. કર્માનુસાર આત્મા વિવિધ જીવયોનિમાં જન્મ ધારણ કરે છે. માનવજન્મ ઉત્તમ છે; કારણ કે મનુષ્ય ગતિમાંજ મોક્ષપ્રાપ્તિ સંભવિત છે.
હિંદુ-વૈદિક ધર્મની બધી શાખાઓ, જૈન દર્શન, બૌદ્ધ દર્શન-આ બધા
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૬
www.jainelibrary.org