________________
છે શ્રી મહાવીરાય નમ: |
આસ્તિકતા – નાસિકતા સફી સંત જલ્લાઉદ્દીન રૂમીએ લખ્યું છે: » ‘હમ શું સબજા બારહા રોઈમદાઈમ'
We like grass often sprouted from earth. અર્થાત્ : ઘાસની જેમ આપણે કેટલીયે વખત ધરતીમાંથી ફૂટી નીકળ્યાં.
ચાર શબ્દોમાં રૂમીએ એક માર્મિક તથ્ય કહી દીધું છે. કેટલીયે વાર, વારંવાર ઘાસની જેમ ફૂટી જન્મ ધારણ કર્યો... અને તે પણ ઘાસની જેમ; જે માત્ર અલ્પજીવી હોય છે, એટલું જ નહી, જેનો વૃક્ષ જેવો વિકાસ નથી હોતો અને કોઈ ફળ નિષ્પત્તિ નથી હોતી. એટલે કે જન્મ પુનર્જન્મ, ઘાસના તણખલાંની જેમ ન વિતાવીએ. પણ જન્મ ધારણ કરી જ્ઞાનપ્રાપ્તિ દ્વારા વિકસીએ અને મોક્ષપ્રાપ્તિના ફળરૂપે વિરમીએ, એ રૂમીની ટકોરનો મર્મ છે. રૂમી પૂર્વજન્મમાં માનતા હતા એવો સંકેત એમના આ વિધાન પરથી મળે છે.
ભારતમાં વિકસેલી ‘સતાર્યા' સૂફી પરંપરા પુનર્જન્મમાં માન્યતા ધરાવતી હતી. આ પરંપરા મહાન સંતો હઝરત શાહ વાઝીઉદ્દીન શાહ, અમદાવાદમાં થઈ ગયા. તેમજ પાણીપતનાં હઝરત ગૌસ અલી શાહ કલંદર અને તેમના શિષ્ય હઝરત શાહ ગુલ કલંદર થઈ ગયા. હઝરત ગૌસ અલીએ રામ, કૃષ્ણ વગેરે અવતારો પર કાવ્યો રચ્યાં છે. એમનો ગ્રંથ છે : ‘તઝકરેગોસીયા'. - અત્યંત પ્રાચીન સમયમાં જ્યારે આર્ય ઋષિઓએ પુનર્જન્મનો સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો, ત્યારે પુનર્જન્મના વિચારની સાથે જ કર્મ, પરલોકની કલ્પના વગેરે પણ આવ્યાં, કારણ કે કર્મ, ઈહલોક અને પરલોક તો પુનર્જન્મ સાથે અખંડપણે સંકળાયેલાં છે. છતાં આ વાત તે વખતે પણ ઘણા લોકો સ્વીકારવા તૈયાર ન હતાં. આને માત્ર એક મનસ્વી ધારણા ગણી લોકો નકારતા. આજે પણ આ સિદ્ધાંત વિશે આવો મતભેદ રહે જ છે.
પુનર્જન્મ, કર્મ, પરલોકને ન માનનાર વર્ગ સાથે પુનર્જન્મના સમર્થકોનો વાદ-વિવાદ થયા કરતો. એક પક્ષ કહેતો હતો. પુનર્જન્મ છે. બીજે કહેતો હતો : પુનર્જન્મ નથી. “અસ્તિ” એટલે છે. નાસ્તિ એટલે નથી. પુનર્જન્મના શોધક અને સમર્થક લોકો આસ્તિક' કહેવાયા, અને વિરોધી લોકો નાસ્તિક જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org