________________
વ્હાણ લંગર ઉઠાવે છે અને અલમુસ્તફા ક્ષિતિજમાં ઓગળી જાય છે.
ખલિલ જિબ્રાન ખ્રિસ્તી હતા. ખ્રિસ્તીઓ ઈશુને પ્રભુનો પુત્ર માને છે. જિબ્રાને Jesus the Son of Man નામનું પુસ્તક લખ્યું. Spirit Rebellious,આત્માનો વિદ્રોહ લખ્યું. ચર્ચમાંથી એને બહાર મૂકવામાં આવ્યો. એમ તો ટાગોરે પણ જિસસ અંગે Son of Man નામનું કાવ્ય રચ્યું છે. પુનર્જન્મ અને પરામનોવિજ્ઞાન :
જાતિસ્મરણની ઘટનાઓ એટલા બહોળા પ્રમાણમાં, એટલા વિશ્વસ્ત રૂપમાં અને પૃથ્વીના લગભગ દરેક ખંડમાં પ્રકાશમાં આવતી રહી છે, કે વિજ્ઞાને એની નોંધ લીધા વિના હવે ચાલે તેમ નથી. વસ્તુત: માત્ર નોંધ જ નહીં, ગંભીરપણે તેનું અધ્યયન પણ શરૂ થયું છે. જાતિસ્મરણ-પુનર્જન્મની ઘટનાઓનો અભ્યાસ મનોવિજ્ઞાનની એક શાખા-પરામનોવિજ્ઞાન Parapsychology માં સ્થાન મેળવી ચૂક્યો છે અમેરિકાની ‘ડ્યૂક પેરાસાઈકોલોજી ઈન્સ્ટીટ્યૂટ' તથા અન્ય સંસ્થાઓ આ દિશામાં સંશોધનકાર્ય કરી રહી છે, જેના વ્યાપક પરિણામોએ પુનર્જન્મમાં ન' માનનાર પશ્ચિમને ખળભળાવી મૂક્યું છે. જ્યાં ધાર્મિક સંપ્રદાયોએ પણ પુનર્જન્મને સ્વીકૃતિ નથી આપી, ત્યાં પણ નિર્ણયાત્મક પરિણામોને કારણે પુનર્જન્મનો સિદ્ધાંત હવે ઝડપભેર માન્ય બની રહ્યો છે.
જયપુરની પેરાસાઈકોલાજી ઈન્સ્ટીટ્યુટે જાતિસ્મરણના વિષયમાં ‘પ્રભુ’, ‘ઈસ્માઈલ’, ‘યુનેશ’ વગેરે પુસ્તિકાઓ દ્વારા અહેવાલ બહાર પાડયો છે.
ઈન્ટરનેશનલ સ્પીરીચ્યુઆલિસ્ટ ફેડરેશન (ઝયુરીચ, સ્વીટઝરલેન્ડ) ના ભૂતપૂર્વ પ્રમુખ કાર્લ મૂલર કહે છે : ‘‘જુદા જુદા દેશોમાંથી કોઈ પણ અપવાદ વિના છેલ્લા એંશી વર્ષના ગાળામાં એકત્ર કરાયેલા સાતસો કિસ્સાઓનું અમે જે વિભાગીકરણ કર્યુ છે, તેમાંના વૈવિધ્ય અને પ્રકારભેદો જોતાં પુનર્જન્મનો ઈન્કાર કરવો અત્યંત મુશ્કેલ બની જાય છે. કેટલાંક ગૌણ મુદ્દા જેવા કે સ્ત્રી મટીને પુરુષ અને પુરુષ મટીને સ્રી થાય કે નહી? મૃત્યુ તથા નવા જન્મ વચ્ચે કેટલો ગાળો રહે છે ? વગેરે પ્રશ્નો ઉપસ્થિત થતા હોવા છતાં પુનર્જન્મની મૂળભૂત હકીકતની તરફેણ કરતો પુરાવો પ્રબળ છે.’'
પુનર્જન્મ એ અપવાદ નથી પણ ચેતનાનું લક્ષણ છે. કર્મોના નિયમોને આધિન ચેતનાની સહજ ગતિ છે. આ પૃથ્વી પરની માનવ વસતિમાંથી મોટી સંખ્યાએ પૂર્વે અહીં જન્મ ધારણ કરેલ છે, એવો નિર્દેશ Age-Regression ‘એજ-રીગ્રેશન’ ના પ્રયોગો પણ આપી જાય છે.
પુનર્જન્મ વિષયક સંશોધનમાં જાતિસ્મરણના કિસ્સાઓના અભ્યાસ ઉપરાંત એક નવી પદ્ધતિનો પણ પ્રયોગ થઈ રહ્યો છે. એ છે ‘હિપ્નોટિક એન્જ જન્મ પુનર્જન્મ
૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org