________________
હું કોણ છું ? સૃષ્ટિનો પ્રથમ પ્રશ્ન
જમાલ એક ભોળો ગામડીઓ દૂર શહેરમાં ઉર્સની ઉજવણી માટે
ન આવ્યો. સરાઈમાં ઉતર્યો. ઘણા બધા લોકોને રાતે સૂતેલાં જોઈ એને ડર લાગ્યો કે સવારના જાગશે તો કદાય પોતાને જ શોધી નહિ શકે! એટલે જમાલ પોતાને પગે લાલ રૂમાલ બાંધીને સૂઈ ગયો. એક તરફ સૂતેલા મુલ્લા નસરુદ્દીન આ જોતા હતા. એમણે જમાલ સૂઈ ગયા પછી તેના પગેથી લાલ રૂમાલ કાઢી, પોતાના પગે બાંધી સુઈ ગયા!
જમાલ સવારે જાગ્યો તો તેણે જોયું કે પોતાના પગે લાલ રૂમાલ ન હતો - પણ મુલ્લાના પગે હતો. એને થયું કે હજી પેલા જમાલ સૂતો છે ! લાલ રૂમાલ એટલે જમાલ! તે તરત એની પાસે દોડ્યો અને કહે ‘જમાલ! જમાલ! ઉઠ, ઉઠ ! પણ મુલ્લા ભર ઊર્ધમાં હતા, પોતે જમાલ ન હતા! ગઈકાલની . શરારત પણ ભૂલી ગયા હતા. જમાલ ફરી બરાડી ઉઠયો ‘જો તું જમાલ છો. તારે પગે લાલ રૂમાલ બાંધેલો છે. તે ભાઈ ! જો તું હું હોય, તો પછી હું કોણ છું?'
એ તો સદા યે સતાવતો સવાલ છે!
આપણી પાસે તેના ચવાચેલા જવાબો છે! હું આત્મા છું, દેહ નથી, હું પરમાત્માનો અંશ છું. હું મન નથી, પ્રાણ નથી, બુદ્ધિ નથી, અંહકાર નથી, આવા ઘણા જવાબો શાસ્ત્રોમાંથી શીખ્યાં છીએ. વેદોએ નેતિ નેતિ કરી જવાબો આપ્યાં છે. પણ કોઈએ આત્મા અનુભવ્યો છે? કોઈએ '' ને ઓળખ્યો છે?
આપણી ઓળખ - Identity રૂમાલ જેવી તો નથી? એ લાલ રૂમાલ ખોવાઈ જાય તો?
એક રીતે જોઈએ તો પ્રશ્નમાં જ જવાબ સમાયેલા છે. હું કોણ છું' માંથી પ્રશ્ન કોણ' કાઢી નાખો તો શેષ રહે તે જવાબ!
ગુર્જયફ કહેતા; Life is real then, when I am’ હું છું, હું સ્વમાં સ્થિર છું, ત્યારે જ જીવન સાચકલું હોય છે. | ‘અધ્યાત્મવિદ્યા' આખરે છે? હું કોણ પ્રશ્નથી એ વિદ્યાનું ઉદઘાટન થાય છે અને આત્મપ્રતીતિથી એની પૂર્ણાહૂતિ થાય.
આત્મા અજ, અનાદિ, અનંત, નિરામય, ફૂટસ્થ, અચલ, સનાતન, પુરાતન, નિત્ય, શાશ્વત, નિરંજન, નિરાકાર, શૂન્ય, સર્વવ્યાપી, આણુથી નાનો મહાનથી મહાન, અલ (અલખ અથવા અહાલેક) છે.
સૃષ્ટિનું સૌથી ટૂંક કાવ્ય ગર્ભિત અને ઝંખનાનો મૂળભૂત પ્રશ્ન પૂછે છે :
જન્મ પુનર્જન્મ
૧૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org