________________
મૃત્યુ એ સકળ વિશ્વમાં સુસંગત જીવનરૂપી કાર્યક્રમની પરાકાષ્ટા છે. મૃત્યુને રોગ કે તંદુરસ્તી સાથે કોઈ લેવા દેવા નથી. કેવળ પોતાનું કાર્ય પાર પાડવા મૃત્યુ એનો ઉપયોગ કરે છે.
રવીન્દ્રનાથ ટાગોરની સંવિત્તિ : અનેક કવિઓ અને ચિંતકોની જેમ ટાગોરે મૃત્યુના સંદર્ભમાં જીવન જીવનના સંદર્ભમાં પ્રેમ, પ્રેમનાં સંદર્ભમાં પરમેશ્વરને આલેખ્યો. મૃત્યુના ખડિયામાં કલમ બોળી અનંત જીવનનું ચિત્રાગ કર્યું. ટાગોર કહેતા :
તારો અંતિમ સંસ્પર્શ રાતરાગીના ફૂલ જેવો મૃદુ હો; હે સુંદસ્તમ અંત! ક્ષાગભર સ્થિર થંભી જ અને તારા છેલ્લાં શબ્દો મૌનવાણીમાં જ ઉચ્ચાર હું તને વંદન કરું છું અને તારો પંથ આલોકિત કરવા માટે દીવો ધરું છું.
અન્ય એક કાવ્યમાં કવિ કહે છે : તારા અગણિત તારાઓમાં મારો નાનકડો દીપ સમાવી લે! તો તારે આંગણે અજાગ્યા તરીકે આવ્યો, મહેમાન થઈ તારા ઘરમાં રહ્યો. અને તે ધરતી તારો મિત્ર બની તારા સાથી વિદાય થાઉં છું.
મેં હતાશા અને વેદના વેઠયાં. મૃત્યુને ઓળખું; આ દુનિયામાં છે, એનો મને આનંદ છે. મેં જે જોયું તે અનુપમ છે. unsurpassable. " “પ્રત્યુ માટે દરવાજે ટકોરા દેશે ત્યારે હું એને શું આ પીશ ? એને ખાલી હાથે તો નહિં જવા દઉં મારા મહેમાન સમક્ષ જીવનથાળ ધરી દઈશ. પાનખરના દિવસો અને ઉનાળાની રાતોનો મધુર એહસાસ, મારી આયુષ્ય ભરની સંપદા જીવના તે એને ચરણે ધરી દઈશ.”
તે પછીના કાવ્યમાં કવિ કહે છે :
O THOU the last fulfilment of life, Death, my death, come and whisper to me! દિવસ પછી દિવસે હૈયોલ્લાસ અને હૃદયશૂળથી મેં તારી રાહ જોઈ છે. તારી એક અમીદષ્ટિથી હું તારો થઈ જઈશ. ફૂલો ગુંથાઈ ગયાં છે. વરરાજા માટે હાર તૈયાર છે. After wedding the bride will leave her house and meet her lord alone in the solitude of night.
આ સુષ્ટિ પરનું મારું જીવન કર્મ સમાપ્ત થશે, ત્યારે રાજરાજેશ્વર ! હું એકલો, મૌન તારી સમક્ષ મુખોન્મુખ હાથ જોડી ઉભો રહીશ - Face to Face
લોર્ડ ટેનીસન જેવી જ વાત ટાગોરે કહી. એક પ્રાર્થનામાં કવિ કહે છે : Give me confidence that belongs to Life in Death! તારો સાદ પડતાં હું મારા બધાં સપનાં છોડી દોડી આવીશ.
જીવન અથક - Inexhaustible છે, તે જાણવા હું ફરી ફરી મૃત્યુ પામીશ, જન્મ પુનર્જન્મ
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org