________________
યોગેન્દદેવ વિરચિત: પરમાત્મપ્રકાશ દ્રિતીય મહાધિકાર ગા. ૧૩,૪૦.
મન વચન કાયાની ક્રિયા તે આચાર. આચાર સદ્ કે અસદુ હોઈ શકે સ આચાર તે સદાચાર. એમાંયે જીવની પોતાની પાંચ શક્તિઓ સાથે સંકળાયેલ આચાર પંચાચાર તરીકે જૈન દર્શનમાં ઓળખાય છે. જીવની જે પાંચ શક્તિઓ છે, તે તેના જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ અને વીર્ય છે. જીવની બુદ્ધિશક્તિ કે વિચારશક્તિ છે, તે જીવની જ્ઞાનશક્તિ છે. જીવની ભાવના, લાગણી અને શ્રદ્ધા-વિશ્વાસના મૂળમાં જીવની દર્શનશક્તિ છે. જીવની વર્તન - કાર્યશીલતાના મૂળમાં જીવની ચારિત્ર્યશક્તિ છે. જ્યારે જીવની ઈચ્છાશક્તિ, સંકલ્પબળના મૂળમાં જીવની તપશક્તિ છે. અને જીવની એકાગ્રતા, દઢતા, ઉલ્લાસ, તમન્ના, ઉત્સાહ, ઉમંગવૃત્તિ એ જીવની વીર્યશકિતના ફળસ્વરૂપે છે.
જીવ માત્ર શ્રમ, શ્રદ્ધા અને બુદ્ધિપૂર્વક જીવે છે. જીવ માત્ર, ક્ષણ પછીનાં . આયુષ્યનો વિશ્વાસ રાખી આશા શ્રદ્ધા રાખી જીવે છે, અને જીવંત રહેવાની ચેષ્ટા કરે છે, શ્રમ કરે છે, એટલું જ નહિં, તે માટે વિચારપૂર્વક વર્તન કરે છે. આ ત્રાગ શક્તિ માત્ર જીવવામાં ખર્ચાય છે, તે સંસારમાર્ગ છે. આ જ શ્રમ, શ્રદ્ધા અને બુદ્ધિ જ્યારે મોક્ષના લક્ષ્ય કાર્યરત થાય છે, ત્યારે શ્રદ્ધા સમ્યગદર્શન બને છે, બુદ્ધિ સમ્યગૃજ્ઞાન બને છે અને શ્રમ વર્તન એ સમ્યગ્રચારિત્ર બને છે.
તેથી જ સમ્યગુજ્ઞાન-દર્શન-ચારિત્રાણિ મોક્ષમાર્ગ' કહેવાય છે જ્યારે પૂર્ણ જ્ઞાન-દર્શન ચારિત્રાણિ મોક્ષ છે.
જે ઉપાયથી સમ્યગૃજ્ઞાન ઉત્પન્ન થાય, તે ઉપાયની ચિંતા કરવી, તેનું નામ બોધિદુર્લભ ભાવના. કેમ કે તેવું જ્ઞાન મળવું, બહુ જ દુર્લભ છે.
સમતા એ સાધનાનો રાજપથ છે. મોક્ષરૂપી વૃક્ષનું મૂળ છે : સમ્યકત્વ.
પુનર્જન્મ નથી જોઈતો, દેહ નથી જોઈતો, તો દેહભાવ છોડવો જોઈએ, દેહભાવ છોડવો તે સમ્યકત્વ છે. જે જ્ઞાનાચાર, દર્શનાચાર છે. કારણ કે દેહ એ હું નથી' એવું જાણવું, આત્મા અને દેહ જૂદાં છે તેનું ભાન થવું, તે જ્ઞાનાચાર છે. જ્યારે દહ એ હું નથી' ની ભાવના અંતર્ગત હું આત્મા છું' અને વળી ‘આત્મા નિત્ય છે ને હું પરમાત્મ સ્વરૂપ છે. એવી દષ્ટિ થઈ સ્વરૂપનું લક્ષ્ય થયું, અર્થાત મોક્ષની દુષ્ટિ થઈ તે દર્શનાચાર થયો.
આમ દેહ એ હું નથી' પણ “આત્મા, • પરમાત્મા સ્વરૂપ છું' એવી દષ્ટિ થઈ દેહભાવ ગયો અને આત્મભાવ આવ્યો, - મિથ્યા (વિનાશી) દષ્ટિ મટી સમ્યગુ થઈ, તેના બળે પછી આત્માભાવથી આત્માને એના યથાર્થ સમ્યગુ આત્મસ્વરૂપમાં લાવવા માટે દેહ ધર્મ ઉપર પરિષહ અને ઉપસર્ગોના કષ્ટ વેઠીને વિજય મેળવવો એટલે કે સંયમ અને તપમાં પ્રવૃત થવું, તે ચારિત્રચાર અને તપાચાર છે. સ્વરૂપ રમણતા અને ની જગુણ સ્થિરતા તે સાધુપણું - ચારિત્ર છે.
સમકિતી તે કહેવાય, જેનું મન મોક્ષમાં હોય, અને શરીર સંસારમાં હોય. આત્માના ભાન વિના એકલા વ્રત પાળે, તો તેને પુણ્યનો બંધ થાય, પણ
જમ પુનર્જન્મ
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org