________________
આટલું કરીએ... સવૃત્તિ અને સુવિચાર સદાચારમાં પરિણમે છે. સદાચાર તમામ ધર્મોની આધારશિલા છે. સદાચાર તો મનુષ્યનો સ્વભાવ છે. મનુષ્ય મનુષ્ય વરચે સ્વાભાવિક એને સ્નેહપૂર્ણ વ્યવહાર હોય, અનું જ નામ આધ્યાત્મ. માણસ માણસ વયેનો અન્વય સૌહાર્દપૂર્ણ અને વિવેકયુકત હોય, નાની બાબતોમાં પણ સમજણપૂર્વકનો હોય. * હોસ્પીટલમાં મિત્ર કે સબંધીને મળવા જઈએ, ત્યારે ખબર અંતર પૂછી ઉત્સાહ પ્રેરક બે વાત કરી, હિમંત આપી ઉઠી જવું જોઈએ. કેસ - હિસ્ટ્રીના કાગળીચાં જોવા, ડૉક્ટર સાથે ચર્ચામાં ઉતરવું, આવા પ્રકારના દર્દમાં કોણ કેવી રીતે, કેવી દવાથી અને કોની ટ્રીટમેન્ટથી સાજો થયો, કે કોણ કેવી રીતે મૃત્યુ પામ્યો વગેરે બાબતો વિશે ભૂલેચૂકે પણ ચર્ચા ન કરવી, દદીને મદદરૂપ થવાની ઈચ્છા હોય, તો કોઈ ન મળતી દવા લઈ આપવી, વિદેશથી કોઈ દવા મંગાવવાની જરૂર પડે, તેમાં મદદરૂપ થવું. કોઈ ચીજ-વસ્તુ બહારથી લઈ આપવી. વગેરે કરી શકાય. કેટલાક અકસ્માત જેવા કિસ્સાઓમાં બહુ જ અવરજવર થકી ઈફેકશનની શક્યતા હોય છે, અને દર્દીની માંદગી વધી જતી હોય
દર્દીને ઘેર મળવા જઈએ, ત્યારે ચા-નાસ્તો ટાળવો જોઈએ. અંગત સબંધ હોય, તો એક ખૂણામાં થોડો સમય ચૂપચાપ બેસી પ્રભુસ્મરણ કરવું જોઈએ. ઘરનાં ચિંતાગ્રસ્ત વાતાવરણમાં આપણો વ્યવહાર કોઈને પણ અડચણરૂપ કે બાધક ન બને, સુરુચિનો ભંગ ન થાય, એવો હોય. માત્ર લાગણીના દેખાડા ખાતર વારંવાર આંટાફેરા ન કરવા જોઈએ.
મુંબઈ જેવા શહેરમાં કોઈકને ત્યાં શક્ય હોય ત્યાં સુધી ટેલીફોન કરી, સમય લઈ જવું જોઈએ. ચા નો સમય ન હોય, કે ખપતી ન હોય, તો નમ્રભાવે સ્પષ્ટતાથી ના પાડી દેવી જોઈએ. જમવાના સમયે અગત્યના કારણ વગર ટપકવું ન જોઈએ. નવેસરથી રસોઈ કરવાની પળોજણમાં કોઈને ન પાડીએ. નાનાં બાળકો સાથે હોય, ત્યારે ધરની કોઈ ચીજને હાથ અડાડે, કેદાફેદ કરે, ઊંચીનીચી કરે તે અંગે ખાસ તકેદારી રાખવી જોઈએ.
કોઈના ઘેર બે-ચાર દિવસ માટે મહેમાન હોઈએ ત્યારે એમના પર બોજારૂપ ન બનીએ તેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ. પોતાનું કામ પોતાને હાથે જ કરવું. સાબુ, ટુથપેસ્ટ, ટુથબ્રશ, ટુવાલ, હજામતનો સામાન વગેરે સાથે રાખવો અને તે જ વાપરવો. ઘરનાં તમામ સભ્યોની અનુકૂળતા જાળવવી. રાતે સમયસર પાછાં ફરવું. બની શકે તેટલું ઘરકામમાં મદદરૂપ થવું. સભ્યતાથી વર્તવું. શિષ્ટભાષા બોલવી, ઊંચે સાદે ન બોલવું. ફરીવાર આપણે આવીએ, ત્યારે એમને ગમીએ એવા સુરુચિપૂર્ણ વ્યવહારની કાળજી રાખવી.
શુભેચ્છા સહ... હીરજી કુંવરજી નીસર (ગામ નાગ્રેચા) ગૌતમ ભુવન, મજીદ સ્ટેશનની સામે, યુસુફ મહેરઅલી રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org