Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 160
________________ છેલ્લી ક્ષણે સારાં કાર્યો યાદ કરવાનું સૂચન કરાતું હોય છે. અંતિમ પળનું ચિંતન જ આત્માની મૃત્યુ પછીની ગતિ નક્કી કરે છે. શુભનું પરિણામ શુભ જ હોય. મરતાં માણસે શુભ ચિંતવન જ કરવું જોઈએ છતાં એ લક્ષમાં લેવું જરૂરી છે કે જે સદાચારી જીવન જીવ્યો હોય, તેના જ ચિત્તમાં સહજપણે શુભ વિચારો આવે છે. બાકી સદ્ગતિ માટે સ્વજનોની પ્રાર્થના-નવકાર મંત્ર બહુ કામ લાગતાં નથી. સમસ્ત આયુષ્યના વિચારો અને કર્મોના તરંગો અંત સમયે ટોળે વળી મનને ભરી દે છે. મૃત્યુ પામતાં માણસો પરમતિની આકાંક્ષા કરે છે. જે છેલ્લી ગાથામાં આવે છે. જેમાં એવી પ્રાર્થના છે કે અમારા પાપોનો નાશ કરો, અમને અમારા કર્મોના સુફળ માટે સદ્માર્ગે દોરી જાઓ; અમે શબ્દોથી તમને વંદન કરીએ છીએ... છેલ્લી ક્ષણે શારીરિક અવસ્થા એવી હોય છે કે વંદન કરી ન શકાય, એટલે માત્ર શબ્દોથી જ વંદન કરાય છે. ઉપનિષદ્નો જ અદ્ભુત મંત્ર છે : ‘પૂર્ણમાંથી પૂર્ણ જતાં પૂર્ણ રહે અવશેષ ’ પદાર્થવિજ્ઞાની ડેવીડ બ્લોમ કહેતા : ‘માત્ર પૂર્ણતા એ જ વાસ્તવિકતા છે. જે ગોટાળો છે, તે એકતા અને અનેકતા વચ્ચેનો છે. દેહાધ્યાસ એ જ સંસાર અને ભવચક્રનું કારણ છે. આ જન્મ-પુનર્જન્મનું ભમ્રણ નિવારવામાં મૃત્યુ સમયની દશા-યોગ્ય દશા ઉપયોગી થઈ શકે. શ્રીમદ્ રાજચંદ્રએ લખ્યું છે : ‘સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી, તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિ પામ્યા છે, તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી. અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. અનાદિ કાળથી જીવ પર્યાય દષ્ટિમાં જ ફસાઈ રહ્યા છે. તેથી શરીર આદિ પર્યાયોમાં અહંભાવ, મમત્વ ભાવ કરી તેમાં હર્ષ, શોક, રાગદ્વેષ કર્યા કરે છે. તેથી જન્મમરણ ઊભા થાય છે. જન્મમરણના કારણભૂત તેવી પર્યાય દષ્ટિ તજવા યોગ્ય છે, એમ જ્ઞાની પુરુષો પોકારી પોકારી કહી ગયા છે. છતાં જીવ અનાદિ અધ્યાસને લઈને તે વાત માન્ય કરતો નથી, ગળે ઉતારતો નથી. હિં તો સર્વ દુ:ખનો નાશ કરનાર એવું જે સમ્યક્ત્વ તે જીવ અલ્પ સમયમાં પ્રાપ્ત કરે; સમ્યજ્ઞાની મૃત્યુ પ્રાપ્ત થવાથી સુખ અનુભવે છે અને હર્ષ પામે છે. મૃત્યુ વિના એ દેહનો સંયોગ ટળે નહિ. શરીરના મમત્વનો ત્યાગ કરી સંયમ, વ્રત, જન્મ પુનર્જન્મ Jain Education International For Private & Personal Use Only ૧૫૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170