________________
આવેગ, ઉર્મિ, વૃત્તિઓ, ક્રોધ વગેરે કષાયોથી પ્રેરિત-અનુજિત મન વચન અને કાયાથી જે પ્રવૃત્તિ થાય, તે ભાવ લેયા છે. આ પ્રવૃત્તિના છ પ્રકાર છે, તેનો નિર્દેશ કૃષ્ણ, નીલ, કાપોત, પીત, પદ્મ, અને શુક્લ, આ રંગોના રૂપમાં કરવામાં આવ્યો છે. પીત, પદ્મ અને શુક્લ આ ત્રણ શુભ લેશ્યાઓ તથા કૃષ્ણ, નીલ અને કાપોત, આ ત્રણ અશુભ લેશ્યાઓ છે.
આત્મા અને કર્મનો જે સબંધ કરાવે છે, તે લેશ્યા. મનોગત વ્યાપાર, મનોવિકાર, શુભ કે અશુભ ચિંતન, લેશ્યામાં પરિણામે છે, જે શરીરને સ્પષ્ટરૂપથી પ્રભાવિત કરે છે.
ધ્યાન : પીડા કે દુ:ખનું ચિંતન તે આર્તધ્યાન. હિંસા ક્રોધ વેર વગેરેનું ચિંતન તે રૌદ્રધ્યાન. મુખ્યરૂપે ધર્મનું ચિંતન તે ધર્મજ્ઞાન. આત્માના શુદ્ધસ્વરૂની રમણતા તે શુક્લધ્યાન. આમાં પ્રથમ બે ધ્યાન કર્મબંધના કારણ હોઈ છોડયા યોગ્ય. બીજા
બે ધ્યાન કર્મબંધને છંદનારા હોઇ આદરવા યોગ્ય.
શુક્લ લેશ્યાવાળા જીવને આર્ત કે રૌદ્ર ધ્યાન હોતું નથી. પણ ધર્મધ્યાન તથા શુક્લધ્યાન જ હોય છે. કૃષ્ણે નીલ અને કાપોત લેશ્યાઓ અધમ હોઇ ભવાંતરમાં દુર્ગતિ આપનાર છે. તેજોલેશ્યા (પીત), પદ્મલેશ્યા અને શુક્લ લેશ્મા એ ત્રણે ધર્મલેશ્યાઓ હોઈ ભવાંતરમાં સદ્ગતિ આપનાર છે.
(ઉત્ત. અ.૩૪. ગા ૫૬-૫૭૩) કોઈપણ જીવ આગામી ભવમાં સારાનરસાં જે સ્થાને ઉત્પન્ન થવાનો હોય. તેવી લેશ્યા અંત સમયે પરિણમે છે.
જીવ જે લેશ્યામાં મરે છે, તેજ લેયામાં ઉત્પન્ન થાય છે.
અંત સમયે :
મતિ તેવી ગતિ
ભાવ તેવો ભવ
સ: પર: ઉચ્યતે નો: વર: યચ મતિ: તંત્ર વસતિ यत्र मतिः तत्र गतिः जीवस्य एव नियमेन येन भवति ॥
(ઉત્ત. અ. ૩૪.ગા. ૫૮ થી ૬૧)
યોગેન્દ્રદેવ વિરચિત પરમાત્મપ્રકાશ, પ્રથમ મહાધિકાર, ગા. ૧૧૧ જીવનની અંતિમ ક્ષણની વાત ઈશોપનિષદ ની છેલ્લી ત્રણ ગાથાઓ - ૧૬, ૧૭, ૧૮ માં વણી લેવાઈ છે.
સૃષ્ટિના ધારક, પોષક, સર્વવ્યાપી પ્રકાશકને અંત સમયે જીવ પ્રાર્થે છે; કે તારો પ્રકાશ થંભાવી દે. તારા કિરણો સમેટી લે. તારી કૃપાથી તારૂં ઉત્કૃષ્ટ રૂપ નિહાળી શકું. હું પણ તે જ સ્વરૂપ છું. હવે મારા શ્વાસ અક્ષય પ્રાણમાં વિલીન થઈ જાય, મારૂં શરીર રાખ થઈ જાય, એ જ એનો અંત છે, ઓમ્... હે મન હવે મારા ભૂતકાળના કૃત્યો સંભાર... જે બધું કર્યું તે યાદ કર...
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૫૨
www.jainelibrary.org