Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 161
________________ ત્યાગ, શીલ આદિ તેમજ ધર્મધ્યાન સહિત જ્ઞાનપૂર્વક જો સમાધિ મૃત્યુ થાય, તો આત્મા ફરી દેહ ધારણ કરે નહિં અને દુ:ખને પાત્ર બને નહિં. પુનર્જન્મમાંથી છૂટકારો મળે એવું સમાધિ મરણ સૌને પ્રાપ્ત થાય ! ‘પરમાગમસાર’ માં કહ્યું છે; ત્યાં સુધી જીવ દેહપ્રધાન વિષયોમાં મમત્વ છોડતો નથી, ત્યાં સુધી કર્મથી મલિન આત્મા ફરી ફરીને અન્ય અન્ય પ્રાણો (શરીર) ધારણ કરે છે. જ્યાં સુધી જીવ દેહાદિક વિષયોમાં મમત્વરૂપ એવું તે વિકારી પરિણમન છોડતો નથી. ત્યાં સુધી તેના નિમિત્તે ફરી ફરી કર્મ બંધાયાં કરે છે. અને તેથી ફરી ફરી નવા પ્રાણો (શરીરો)ના સંબંધ બંધાયાં કરે છે. આયુષ્યભરની રે મેહનત કરવાની છે તે અંતિમ ક્ષણ રૂડી થાય તે માટે. જન્મ મરણનું ચક્ર ટળે તે માટે, સારી ગતિ થાય, તે માટે. શ્રીમદ્ કહેતા : ‘છેવટના સમયે સમય ચૂકીશ નહિં. દુર્લભ મનુષ્ય અવતારમાં કરવા જેવું આ જ કામ છે કે ફરી મનુષ્ય કે કોઈ અવતાર ધારણ કરવાપણું ન થાય. અને આ બધું છતાં મરીને પાછું અવતરવું છે, એ વાતને માણસ ધ્યાનમાં રાખે, તો મરતી વખતે ઘણી મુંઝવણો ઓછી થઈ જાય. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: सम्महं सणणाणं चरणं मोक्खस्स कारणं નાળે ववहारा णिच्छयदो तत्तियमईओ णिओ સવ્વામા અર્થાત્ : સમ્યદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ચારિત્રને વ્યવહારનયથી મોક્ષનું કારણ જાણો. સમ્યગદર્શન જ્ઞાનચારિત્રમય નિશ્ આત્માને નિશ્ચયથી મોક્ષનું કારણ જાણો. દ્રવ્યસંગ્રહ; ગાથા ૩૯. पश्यति जानाति अनुचरति आत्मना आत्मानं च एव । दर्शन ज्ञान चारित्रं जीवः मोक्षस्य कारणं स एव ॥ અર્થાત્ : જે જીવ પોતાના આત્માથી પોતાના આત્માને દેખે છે, જાણે છે અને આચરે છે, તે જ અભેદનયથી સમ્યગદર્શનજ્ઞાન ચારિત્ર યરૂપ નિશ્ચયરત્નત્રય પરિણત જીવ એક જ મોક્ષનું કારણ છે. दर्शनं ज्ञानं चारित्रं तस्य ય સમમારું તિા इतरस्य पकमपि अस्ति नैव जिनवरः एवं भणति ॥ અર્થાત્ : (સમ્યક્) દર્શન જ્ઞાન ચારિત્ર નિશ્ચયનયથી તેને હોય છે, કે ‘જે સમભાવ કરે છે. સમભાવ રહિત અન્ય જીવને ત્રણ રત્નત્રયમાંથી એક પણ હોતું નથી, એમ જિનવરદેવ કહે છે. જન્મ પુનર્જન્મ Jain Education International For Private & Personal Use Only ૧૫૪ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170