________________
તેના જન્મમરણ કાંઈ ટળે નહિં
(ઈબ્દોપદેશ -૩) ગમે તેટલો શાસ્ત્રોનો અભ્યાસ, આત્માનું ટાગ હોય, પણ જે આત્મસભાનતા, આત્માનુભાવ, આત્મજાગૃતિ ન પ્રગટે, તો સર્વવિરતિ-ત્યાગ પણ વિફળ જાય, પણ જો આત્મજાગૃતિ અખંડ હોય, તો સફળતા નિશ્ચિત છે.
આત્મજાગૃતિ વિના સર્વવિરતિનું ઉચ્ચ કોટિનું પણ આચરણ મુકિત અપાવતું નથી.
(ઉપદેશપદ ગા. ૨૩૩, ટીકા) આત્મા જો પરમાત્મા જેવો ન હોત, તો એ પમાત્માને જોઈ જ ન શકત! શ્રીમદ્ રાજ્યે અપૂર્વ અવસરની પ્રથમ કડીમાં લખ્યું છે :
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ છે? સર્વ સંબંધનું બંધન તી#ગ છેદીને,
વિચરશું કવ મહત્પરુષને પંથ છે? મનુષ્યભવ તો અણમોલ છે જ. માનવજીવન એક વિકાસની પ્રક્રિયા છે અહીં વિરામ નથી. માનવીનો વિકાસ એ માનસને વિકાસ, વિચારોનું પોષણ અને સુષુપ્ત શક્તિઓના ઉત્થાનની પ્રક્રિયા છે. સામર્થ્યની ક્ષિતિજ વિસ્તારવાનો ઉપાય છે. આપણામાં ટૂંટિયુંવાળી બેઠેલી ગ્રંથિઓ છોડવાનો ઈશ્વરત્ત અવસર છે. નિગ્રંથ થવાનો અપૂર્વ અવસર છે.
આપણા માટે બીજું જીવન પણ છે, હોવું જોઈએ. માટે આ જીવન ભારે કિંમતી છે. આ પૃથ્વી પર આ સ્વરૂપમાં ફરી આવવાનું નથી અને જે મળે છે, તે રીતે ફરી મળવાનું નથી.
મનુષ્ય સૃષ્ટિનું Highest Organism કહી શકાય. આ ઊંચું શિખર એનાથી પણ શું એવરેસ્ટ શિખર સર કરવા બક્ષવામાં આવ્યું છે. એવો પુરુષાર્થ માણસ કરે, એવી શ્રદ્ધા સાથે કુદરતે આપ્યું છે, જેમાં માનવી આનંદમય જીવન જીવે, દુ:ખમય નહિ, એ અભિલાષા નિહિત છે.
જ્યારે અમૂલ્ય અવસર પ્રાપ્ત થવા છતાં માણસ કેવી પ્રવૃતિઓમાં વ્યસ્ત થઈ જાય છે ! “અમૂલ્યતત્વવિચારમાં શ્રીમદે લખ્યું છે :
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવા પામું, એ નવ ગ્રહો; વધવાપણું સંસારનું નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો! એક પાગ તમને હવો!! (૨). સંસારના વધવા સાથે નરદેહને વેડફી દેતાં એક પળનો વિચાર થતો નથી?
અપૂર્વ અવસરમાં શ્રીમદ્ કહે છે કે જે પદ સર્વ જ્ઞાનમાં દીઠું, તે વાણીથી કહી શકાય નહિં. એ તો અનુભવગમ્ય જ્ઞાન છે.
નિગ્રંથ થવાની આકાંક્ષારૂપ છેલ્લી કડીમાં શ્રીમદ્ કહે છે : જન્મ પુનર્જન્મ
૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org