________________
જન્મ-મૃત્યુ-જરા દુ:ખે છૂટી તે મોક્ષ ભોગવે. (૧૯)
શ્રી મદ કહેતા : ‘જેને મૃત્યુ સાથે મિત્રતા હોય, અથવા જે મૃત્યુથી ભાગી છૂટી શકે એમ હોય, અથવા હું નહિં જ મરું એમ જેને નિ થાય હોય, તે ભલે સુખે સુએ'.
ભારતીય સંસ્કૃતિમાં જન્મથી મૃત્યુ સુધીના જે સોળ સંસ્કાર માનવામાં આવે છે, તેમાં મૃત્યુને પણ સંસ્કાર માન્યું છે. મંગળમય માન્યું છે. મૃત્યુ વિષે માણસ જેટલી ચિંતા કરે છે, એટલી માત્રામાં જે ચિંતન કરે, તો મૃત્યુથી અભય થઈ જાય. જન્મના આનંદની જેમ મૃત્યુ પાગ આનંદસ્વરૂપ છે. મૃત્યુનો ચમત્કાર ન હોય, તો જીવન જડ અને નીરસ બની જાય છે. મૃત્યુ છે, તો તાઝગી, ઉત્સાહ અને નવા ઉન્મેષોને અવકાશ છે. જીવનનું મૂલ્ય જ મૃત્યુ થકી છે. The Stamp of Death gives value to the coin of Life
જીવનના ઉદગમથી જ મૃત્યુની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એટલે સમજણની પ્રથમ લગથી જ મૃત્યુની તૈયારી કરવી, યથાર્થ અભિગમ વિકસાવવો અત્યંત આવશ્યક બની રહે છે. બાળકને આપણે અનેક પ્રકારનું જીવનોપયોગી શિક્ષણ આપીએ છીએ, પછી બાળક પોતે શીખે છે. સફળ કેમ થવું, જીવન કેમ જીવવું, એ અંગે અનેક શાસ્ત્રો રચાયાં છે. પણ મૃત્યુ અંગેનું શિક્ષણ અપાતું નથી.
મૃત્યુનું સ્મરણ જો ઉત્કટતાથી રહે, મૃત્યુ સમીપ જ છે, અહર્નિશ બેઠું છે, ઓશિકે, એવી જાગૃતિ રહે તો જીવનયાત્રા સફળ થઈ જાય, જીવનની દિશા બદલાઈ જાય. It is seldom possible to lead a bad life and die a good death
મૃત્યુ વિના જીવનમાં આસ્તિકતા પણ ટકી શકતી નથી. ફળ પાક્યા પછી પણ ડાળીને વળગી રહે, તો તેમાં સડો પેદા થાય. સમયસર ખરી પડવું જ મહત્વનું છે. તો જ કવિ પોપની જેમ કહી શકીએ.
On! Death, where is thy sting?
oh! Grave where is thy victory? મૃત્યુ તારો ડંખ કયાં ? કબર, તારો વિજય થયો?
મૃત્યુ મુક્તિનું દ્વાર બની જવું જોઈએ
શ્રીમદ્ કહેતા. “જીવતાં મરાય, તે ફરી ન મરવું પડે, એવું મરણ ઈચ્છવાયોગ્ય છે!” આ જ સમાધિમરણ. લેશ્યા : જૈન દર્શનની અભિનવ મનોવૈજ્ઞાનિક દેન છે ‘લેશ્યા'. છ લેશ્યાઓ દ્વારા ભાવનાઓ, વૃત્તિઓ, વિચારતરંગોનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ, ભાવોનું પૃથકકરણ, અત્યંત સરળ અને સૂક્ષ્મતમ દષ્ટિએ સમજાવવામાં આવ્યું છે. જન્મ પુનર્જન્મ
• ૧૫૧,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org