________________
છેલ્લી પળ. મૃત્યુની ક્ષણ ટાળી નથી શકાતી પણ મૃત્યુનું સ્વરૂપ કેવું હોય તે નક્કી કરવાની સ્વાધીનતા મનુષ્યને હોય છે. એનો પ્રકાર બદલી શકાય છે.
આપણને જીવવાની એવી આદત પડી ગઈ છે કે મરવાની આવડત આપણે ભૂલી ગયા છીએ. મળેલા જીવનનું છેલ્લું બિંદુ છે : દેહાંત. પણ તેને પ્રથમ રાખવું પડે. અંતકાળનું અલ્પેભાન પણ માનવી માટે યાતનામય હોય છે. એ વિચારે છે,‘“અરેરે મારી પત્ની, સંતાનો, સંબંધીઓ, મિત્રો, માલમિલકત, બંગલા-ગાડી, મોભો, યશસ્વી કાર્યો અને નામના, એ બધા સાથે મારો અવિસ્મરણીય આનંદસભર સંબંધ પૂરો થશે ? અરે, મારા વગર મારા પરિવારની શી હાલત થશે ?’’ આ વિચારે જ એને રડવું આવી જાય છે. તો મૃત્યુશય્યા પર આ યાતના કેવી વસમી બને ? આવું કષ્ટદાયી મૃત્યુ કોણ ઈચ્છે ?
જે માણસે રાગદ્વેષ, માનાપમાન, ઈર્ષ્યા મોહ, ક્રોધ, લોભ, વેરભાવ સંગ્રહ, તેમજ સાધન સામગ્રી એકઠી કરવામાં જ જીવન પૂરૂં કર્યું હોય, તેને માટે આ સર્વ બાબતો આસક્તિ અને મમત્વના બંધનો બની જાય છે. દેહ છૂટે છે, ત્યારે વેદના થાય છે.
તેવી જ રીતે જેણે આખી જિંદગી રોદણાં જ રયાં હોય, સતત બધા સામે ફરિયાદો જ કરી હોય, રોષ, રીસ, અને ચીડમાંજ જીવન વ્યતીત કર્યું હોય, ભોગને જ જીવનની મીઠાશ અને ઈતિશ્રી માની હોય, એક રીતે કહીએ તો ક્લેશમય જીવન જ જીલ્યું હોય, તેને જીવન છોડતાં પણ ક્લેશ જ થાય છે.
તો બીજી બાજુ જીવનમાં માન કે અપમાન, પ્રશંસા કે નિંદા પ્રત્યે સમભાવ કેળવ્યો હોય, સંતોષ અને સંયમમાં અર્થાત સાદું જીવન જીવ્યા હોય, ઈશ્વરના અનુગ્રહથી જે મળ્યું તેને પ્રસાદ સમજી સ્વીકાર્યું હોય, અન્યો માટે ઉપયોગી જીવન જીવ્યા હોય, સંસારમાં ગળાડૂબ કે લિપ્ત ન હોય, અહિંસા અને કરૂણાનું સેવન કર્યું હોય, મમત્વનો ત્યાગ અને અનાસક્ત વલણ કેળવ્યું હોય, તેને માટે દેહત્યાગ યાતના રહિત અને સહજક્રિયા જેવી બાબત બની જાય છે.
શ્રીમદ્ ભાગવત ધર્મગ્રંથ તેમજ ભક્તિગ્રંથ ગણાય છે. પરીક્ષિત રાજાથી ઋષિનું અપમાન કરવાની ભૂલ થઈ ગઈ. ઋષીપુત્ર શાપ આપે છે કે સાત દિવસ પછી એનું મૃત્યુ થશે. પરીક્ષિત રાજા આ શિક્ષા સહર્ષ સ્વીકારે છે. મહાન યોગી શુકદેવજી પાસેથી ભાગવતની કથા સાંભળે છે. પરિણામે પરીક્ષિત રાજાનું મન પરમ તત્વમાં કેન્દ્રીત થતું રહે છે. અને સાત દિવસની અવધિ પૂરી થતાં પરીક્ષિત રાજા પરમ તત્વ સાથે ઐક્ય થયું હોય, એવી અવસ્થામાં સહજપણે દેહત્યાગ કરે છે. તેથી શ્રીમદ્ ભાગવતનો ગ્રંથ મરતાં શિખવાડે છે એમ જે કહેવાય છે, તે યોગ્ય છે. દિવંગત આત્માઓની શાંતિ અર્થે શ્રી ભાગવતની કથા કરવાની
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૪૬
www.jainelibrary.org