________________
એનો અર્થ શો ? અમર થવું એટલે શું? આ પાર્થિવ શરીરને ઉપાડીને ક્યાં સુધી ચાલ્યા કરવું? અથવા મૃત્યુ પછી પણ કોઈ પણ રૂપે જન્માંતરે કે અવસ્થાંતરે ટકી રહેવું? એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જવાનું? આ બધું હું લઈને શું કરું? મારે તો અમૃત જોઈએ. આ છે મૈત્રેયીની પ્રાર્થનાનો મંત્ર.
જીવનમાંથી મૃત્યુ એ આપણી ભાષા છે. જ્યારે વૈદિક ઋષિઓની ભાષા છે : મૃત્યુમાંથી અમૃત.
પશ્ચિમનો શબ્દ પ્રયોગ છે. And then Death Set in' “મૃત્યુએ પ્રવેશ કર્યો.” આપણો શબ્દ પ્રયોગ છે : મૃત્યુમાં પ્રવેશ. મૃત્યુમાં પ્રવેશ તે અમૃતમાં પ્રવેશ.
When man bursts his mortal bonds, is not Boundless revealed that moment?
વિનોબા રોજ મૃત્યુની રિહર્સલ કરતા, એમણે ઉઘનું નામ જ 'મૃત્યુની રિહર્સલ પાડયું હતું. વિનોબા કહેતા ભગવાન કૃતન નથી. જો જીવનભર આપણે એની સેવા કરી હશે, તો છેવટે એ આપણી સેવામાં જરૂર રહેશે. મૃત્યુ એ વિકાસનું છેલ્લું સોપાન છે. સંલેખના મૃત્યુ પર જીવનની યશકલગી છે.
ભતૃહરિ કહે છે : નિવૃત્તા ભોગેચ્છા...
અર્થાત્ : ભોગની ઈચ્છા ક્ષીણ થઈ ગઈ છે. હું પુરૂષ છું તે પ્રકારનું અભિમાન ગળી ગયું, સમવયસ્ક પ્રાણપ્રિય મિત્રો સ્વર્ગે સિધાવ્યાં. લાકડીના ટેકે માંડ ઉઠાય છે. બન્ને આંખે સજજડ મોતિયો ઉતર્યો છે. છતાં પણ આ ધૃષ્ટ કાયા મરણરૂપી વિપત્તિથી ડરીને ચોંકી ઉઠે છે.
મૃત્યુ શબ્દથી પણ ગભરામણ થાય છે, પરંતુ માનુષી જીવન તેની મરણાધીનતાને કારણે ચાલે છે. તેથી સાચી સુખશાંતિ અને આનંદ મેળવવા પોતાના મૃત્યુની સ્પષ્ટ, જીવંત સ્મૃતિ માણસને અત્યંત ઉપયોગી છે.
મૃત્યુ ગમે તેટલું બિહામણું લાગતું હોય, તો પણ એની સતત સ્મૃતિ રાખવાથી માણસના જીવનમાં અદ્ભુત પરિવર્તન આવે છે.
સંત એકનાથે માર્ગદર્શન માટે આવેલા એક ભાઈને કહ્યું “સાત દિવસ પછી તારું મૃત્યુ થશે” સંતની વાણી, ખોટી તો હોઈ જ ન શકે! પરિણામે એ ભાઈઓ જીવનના છેલ્લા સાત દિવસ સાધુની જેમ વીતાવ્યા, પરંતુ મૃત્યુ આવ્યું નહિ! પાછા સંત પાસે ગયા. સંતે કહ્યું “હવે તને માર્ગદર્શનની જરૂર નથી. મેં તો તારું જીવન સુધારવા તને મૃત્યુ પ્રત્યે જાગૃત કર્યો. હવે સાત દિવસ જે રીતે જીવ્યો છે, તેમ જ જીવ્યે જાએ જ દિશામાં ચાલ્યો જા”
મૃત્યુની જીવંત સ્મૃતિએ એ ભાઈનું જીવન સુધારી દીધું.
જીવનનો સરવાળો એ જ મૃત્યુ. જીવનનું સરવૈયું એ જ મૃત્યુની ક્ષણ, જન્મ પુનર્જન્મ
૧૪૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org