Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 154
________________ રૂઢિ પડી ગઈ છે, પરંતુ આ કથાનો એટલો જ અર્થ કે મર્મ નથી. પણ જીવિત માટે મંગળમય મૃત્યુ શીખવાની બાબત છે, અને તેના અનુસંધાનમાં જીવતાં આવડે તેવી ઉત્તમ કક્ષાની બાબત છે. - પશ્ચિમમાં જીવનના સંદર્ભમાં મૃત્યુનું ચિંતન થાય છે. આપણે મૃત્યુનાં સંદર્ભમાં જીવનનું ચિંતન કરીએ છીએ. We look at Life from platform of Death. આ ભેદનું મૂળ કારણ એ છે કે પશ્ચિમી સંસ્કૃતિ મૃત્યુ સાથે જ જીવનનો અંત માને છે. આપણે પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવીએ છીએ. upl Haillant stal "We begin to die as soon as we are born and the end is linked to the beginning અર્થાત્ : આપણા જન્મ સાથે જ મૃત્યુની પ્રક્રિયાનો પ્રારંભ થઈ જાય છે. અને અંત બીજા જન્મના પ્રારંભ સાથે જોડાયેલો છે. પણ માણસ મરણનું સ્મરણ ટાળતો રહે છે. મૃત્યુને કેમ ભૂલવું એ જ પ્રયાસમાં મંડ્યો રહે છે. મરણ શબ્દ પણ અપશુકનિયાળ ભાસે છે. દરેક ક્ષણે આયુષ્ય કપાતું જાય છે. તેનો વિચાર પણ માણસને આવતો નથી. જ્ઞાનદેવ કહે છે, “તુવ રિતકૌતુક દેખાય છે. માણસને આટલી નિરાંત ક્યાંથી રહે છે? એ વાતનું જ્ઞાનદેવને • આશ્ચર્ય છે. ફેન્ચ ફિલસૂફ પાસ્કલ પાસે'માં લખે છે કે લડાઈમાં જનાર સિપાઈ ‘ટોમી” પ્રત્યક્ષ મરણ સન્મુખ હોવા છતાં, તેને વીસરી જવા, ખાશે, ગાશે, નાચશે, રાગડા તાણશે. આપણે બધા આ ટોમી જેવા છીએ, પણ તેથી મૃત્યુ ટળે છે ખરું? - ગાંધીજી કહેતા ‘હું એકસરખો રેંટિયો રેંટિયો ર્યા કરું છું. રેટિયો પવિત્ર છે, પણ અંતકાળે તેની પણ વાસના ન હોવી જોઈએ. જેણે મને રેંટિયો સુઝાડયો તે તેની ફિકર રાખવાને પૂરેપૂરો સમર્થ છે. રેંટિયો હવે બીજા સારા માણસોના હાથમાં પહોંચ્યો છે. એની ફિકર છોડી મારે પરમેશ્વરને મળવા તૈયાર રહેવું જોઈએ'. રામનામ ગાંધીજીના શ્વાસમાં વણાઈ ગયું હતું. અને ગોળી વાગી ત્યારે હે રામ” જ મુખમાંથી સર્યું. ગીતાના આઠમાં અધ્યાયમાં ભગવાને કહ્યું છે : મને જ સ્મરતો અંતે છોડી જાય શરીર જે, મારો જ ભાવ તે પામે, તેમાં સંશય ના કશો. દેહ છોડતાં જે ભાવ હોય, તે જ ભાવ પામે. મને પામીને મહાત્માઓ પુનર્જન્મ ધરે નહિં. બ્રહ્માનાં લોક પર્યત સર્વેને આવાગમન રહે, પરંતુ મને પામીને પુનર્જન્મ રહે નહિં. ધ્યાનયોગ બતાવતાં શ્રીકૃષ્ણ પ્રારંભમાં જ એક મહત્વની વાત કહી છે. કે મારે મારો ઉદ્ધાર કરવો જ છે. આ મનખાદેહમાં હું આવા ને આવો પડી રહેનાર નથી. ઊંચો કૂદકો મારવો જ છે. પરમેશ્વર પાસે પહોંચવાની હું હિંમત જન્મ પુનર્જન્મ ૧૪૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170