Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 155
________________ રાખી કોશીષ કરીશ', એવો દઢ સંકલ્પ હોવો જોઈએ. - આ બધું સાંભળતાં અર્જુન શંકા રજુ કરે છે કે મનુષ્યને શ્રદ્ધા છે, પણ, પ્રયત્ન મંદ છે. સફળ નથી થતો. તો તેની કેવી ગતિ? શું છૂટા પડેલા વાદળાની જેમ નાશ નથી પામતો?' ભગવાન બોલ્યા “એવો શ્રદ્ધાળુનો નાશ થાય જ નહિ. કલ્યાણમાર્ગનું સેવન કરનારની અવગતિ ન જ થાય. એવો માણસ મૃત્યુ પછી પુષ્યલોકમાં કર્મ પ્રમાણે વસી પાછો પૃથ્વી પર આવે છે. ને પવિત્ર ઘરમાં જન્મ પામે છે. આવો જન્મ લોકોમાં દુર્લભ છે. આવે ઘેર તેનાં પૂર્વના સંસ્કારોનો ઉદય થાય છે. તેનો હવે નો પ્રયત્ન તીવ્ર બને છે. આમ પ્રયત્ન કરતાં કોઈ વહેલા ને કોઈ અનેક જન્મ પછી પોતાની શ્રદ્ધા અને પુરૂષાર્થના બળે છેવટે સિદ્ધ યોગી થઈ પરમ ગતિ પામે છે.” બીજા શબ્દોંમાં કહીએ, તો અર્જુનની શંકા કઈક આવી છે, કે હવે મોટા થયા. બે દિવસમાં મરી જઈશું. પછી આ બધી સાધનાનો શો ઉપયોગ? ભગવાનનો ઉત્તર આ પ્રમાણે સમજી શકાય, કે મૃત્યુ એટલે લાંબા ગાળાની ઊંઘ. રોજના પરિશ્રમ બાદ આઠેક કલાક ઊંઘીએ છીએ, એ ઊંઘનો શું આપણને ડર લાગે છે? ઉસ્ ઊંઘ ન આવે તો ચિંતા થાય છે. જેવી ઊંઘની, તેવી જ મરણની જરૂર છે. ઊંધ્યા બાદ સવારના ઉઠી કામે લાગી એ છીએ, તેવી જ રીતે મરણ પછી પણ આ પાછલી બધી સાધના આપણને આવી મળે છે. | ટાગોર કહેતા : We shall know someday that death can never rob us of that which our soul has gained. " જ્ઞાનેશ્વરી માં જ્ઞાન દેવે આ પ્રસંગ ની ઓ વી ઓ માં જાણે કે આ ભ ચ રિત્ર લખી દીધું છે. - નgrી જ સર્વજ્ઞા/ વરી તયાંતે, सकल शास्त्रे स्वयंभे। निघती मुखें. બાળપણમાં જ સર્વજ્ઞતા તેમને મળે છે; બધાં શાસ્ત્રો આપમેળે તેમનાં મોંમાંથી બહાર પડે છે. એ બધી કડીઓમાં આ બીના દેખાય છે કે પૂર્વજન્મનો અભ્યાસ તમને ખેંચી ગયા વગર રહેતો નથી. કોઈક એક વ્યક્તિનું ચિત્ત વિષય તરફ વળતું જ નથી. તેને મોહ જેવું કઈ થતું જ નથી. એનું કારણ એ કે તેણે પૂર્વજન્મમાં સાધના કરેલી હોય છે, જેનું અનુસંધાન આ જન્મમાં થઈ જાય છે. ભગવાને આશ્વાસન આપી રાખ્યું છે કે : * “દિ કાળવૃત વિશ્ચિત કુત્તિ તાત ઋતિ, - - બાપુ! લ્યાણમાર્ગે કોઈ દુર્ગતિ પામતો નથી - કલ્યાણ માર્ગે જનારનું જન્મ પુનર્જન્મ ૧૪૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170