Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 149
________________ કર. મહાવીર કહેતા : જેવી રીતે વૃક્ષના પાંદડા પીળાં પડી ભૂમિ પર ખરી પડે છે, એવી જ રીતે મનુષ્યનું જીવન પણ આયુષ્ય પૂરું થતાં ક્ષીણ થઈ જાય છે. માટે તે ગૌતમ ! ક્ષણમાત્ર ને માટે પણ પ્રમાદ ન કર. જે રીતે ઘાસની પત્તીની અણી પર ઝૂલતું ઝકાળબિંદુ બહુ અલ્પ સમય ટકી શકે છે, તેવી જ રીતે મનુષ્યનું જીવન ક્ષણભંગુર છે. એથી હે ગૌતમ!. ક્ષણભરને માટે પ્રમાદ ન કર. તું મહાસમુદ્ર તરી ચૂકયો છે. હવે કિનારે કેમ બેસી પડ્યો છે? પેલે પાર પહોંચવા માટે જલદી કર! હે ગૌતમ! ક્ષણભરને માટે પ્રમાદ ન કર. ટાગોર આજ વાત કવિતામાં કહે છે : Let your life lightly dance on the edges of Time like a dew on the tip of a leaf. “સમય ગોયમ ! મા પમાયએ. યોગ્ય ચિંતન, શુદ્ધ દષ્ટિ, શુદ્ધ ચારિત્ર- પ્રાપ્ત થવું દુર્લભ છે. આને જ શાસ્ત્રોએ બોધિદુર્લભ ભાવના કહી છે. મનુષ્યભવ અણમોલ છે. સમય અમૂલ્ય છે. સર્વ પ્રકારે નિર્ભય એવા આત્મજ્ઞાનની તેમાં જ શક્યતા રહેલી છે. અને તે સિદ્ધ કરવામાં જ માણસનો મનુષ્યપણાનો મહિમા રહેલો છે. સંયમનો માર્ગ શ્રેષ્ઠ છે. આ માર્ગ મુક્તિના દ્વાર સુધી, મોક્ષ સુધી લઈ જાય છે. જન્મ-મરણના ચક્રમાંથી છૂટવાનો આ એક માત્ર ઉપાય છે. સંસારનો ભાર ડુબાડે છે. અને સંસારમુક્ત હળવાશ તારે છે. જે આત્મા છે, તે જ પરમાત્મા છે. “અપ્પા સો પરમપ્પા' આત્માનું પરમાત્માસ્વરૂપ થઈ જવું એ જ પરાભક્તિની ઇવેટની હદ છે. (તત્વાર્થસૂત્ર - ઉમાસ્વાતી) O beggar, to beg at your own door? છેવટના સમયે સમય ચૂકીશ હૈ મયુ, સમાધિ, જન્મ અને સ્વપ્ન અત્યંત વ્યક્તિગત ઘટનાઓ છે. દરેકને પોતાનું નિજી મૃત્યુ હોય છે. માત્ર ઈશુએ જ પોતાનો જૂસ ન્હોતો ઉઠાવ્યો. Every man has his own cross, હરેકે પોતાના મોતનો સામાન પોતે જ એકઠો કરવો પડે છે અને પોતે જ ઉઠાવવો પડે છે. મૃત્યુ એ વ્યક્તિ સાપેક્ષ ઘટના છે. Death belongs to Life as Birth does. જમ પુનર્જન્મ ૧૪૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170