Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 148
________________ રહેલી છે. ક્યારેક એકમેકમાં ગુંથાયેલી પણ લાગે. ફોઈડ અહીં આવીને અટકી ગયા. ફોઈડને ભારતીય વિચારધારાઓ અને સંસ્કૃતિ પ્રત્યે અનહદ આદર હતો. પરંતુ જૈન દર્શન કે પાતંજલ યોગનો કોઈ પરિચય ન હતો. ફોઈડ જેને મરણેચ્છા-પૅથ ઈસ્ટીંકટ સમજી બેઠા, એ મૃત્યુની ઈચ્છા કે વૃત્તિ નથી પાળ, WILL TO FREEDOM મુક્તિની ઈચ્છા છે. એટલે જેને મુક્તિની અભિલાષા કહે છે. Impulses and desire can be completely overcome, but the Will To Freedom cannot. માનવીમાં અનંત જીવન, મુક્ત જીવનની ઈચ્છા, Desire for eternal Life પડેલી જ છે. ફોઈડ મૃત્યુની વૃત્તિ સુધી તો પહોંચ્યા, એમની દિશા સાચી હતી. પાણ મુક્તિની ધારણા- Concept સુધી પહોંચવાનો અવસર ન આવ્યો. જો એવું થયું હોત તો મનોવિજ્ઞાનના પરિમાણ બદલાઈ જાત. પૂર્વના ચિંતન પરિચય હોત, તો ફોઈડ કદાચ એ સિન્થસીસ - એ સમન્વયને ઉપલબ્ધ થઈ જાય છે વીતરાગતા નો છે. .. : યોગ સાઈકોલોજી નો એક હેતુ એ છે, કે મુક્તિની વૃત્તિ કેમ બળવત્તર બનાવવી જેથી એષાગાઓ મંદ પડે છે. આ મુક્તિની મૂળભૂત વૃત્તિ Instrict સૌમાં નિહિત છે. એ યથાર્થરૂપે પામી શકાય, ત્યારે જ કહી શકાય કે Death, thou shall die. મૃત્યુ મરી ગયું રે લોલ. જીવપણા બાંધી રાખે છે. મૃત્યુ એપણા મુક્ત કરે છે. કોઈ પણ સાધના, કોઈ પણ ભવની નિરર્થક નથી હોતી. મનુષ્યના જીવન હેતુ જ જન્મ મરણના ચક્રમાંથી છૂટવાનો જ છે. ક્યાં સુધી ભવભ્રમાણમાં ભટકવું? શંકરાચાર્યે કહ્યું છે : પુનરપિ જનનું પુનરપિ મરાગં પુનરપિ જનની જઠરે યનમ; ઈહ સંસારે બહુદુસ્તારે કૃપયા પારે પાહિ મુરારે. અર્થાતું : "ફરી ફરી જન્મવું ને ફરી ફરી મરવું; વળી ફરી ફરી માતાના ગર્ભમાં સૂવું. આ અત્યંત દુસ્તર અને અપાર સંસારમાં આવું વારંવાર થયા જ કરે છે, એ મુરારી ! કૃપા કરીને મને ઉગારો'. - જીવનને જો તમે ચાહતા હો, તો સમય ગુમાવશો નહિ. કારણ કે જીવન સમયનું જ બનેલું છે. એક જિંદગી, માણસના મહાજીવનને હિસાબે શું છે? અને દુ:ખ તો મરવામાં ત્યારે હોય, જ્યારે અહિંના કરતા પરભવ સારૂં નથી મળવાનું એની ખાત્રી હોય ! મહાવીરસ્વામીએ ગૌતમને વારંવાર કહ્યું છે : ‘ક્ષણ માત્રને પ્રમાદ ન જન્મ પુનર્જન્મ ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170