________________
એટલે જ મનુષ્યપણાને એક સમય - એક ક્ષણ પાણ ચિંતામણિરત્નથી પરમ મહામ્યવાન અને મૂલ્યવાન છે. એનું વિશિષ્ટ એટલે મોક્ષના સાધનના કારાગરૂપ હોવાથી તેને મોક્ષનું સાધન કહ્યું છે. અને તો જ તેનુ મહાભ્ય છે. નહિં તો પશુના દેહ જેટલી પણ તેની કિંમત નથી. ચક્રવતીની સમસ્ત સંપત્તિ કરતા પણ મનુષ્યદેહની એક પળ માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે.
જેના વડે ઊંચામાં ઊંચું કામ લઈ શકાય એવું કોઈ શરીર હોય, તો તે માનવશરીર છે. એને પાપથી અભડાવાય નહિ. એની સાથે ચેડાં ન કરાય, મંદિરની જેમ શુદ્ધ સ્વચ્છ અને પવિત્ર રાખવાની અપેક્ષાએ જ સર્જનહારે તે આપાગને સોપ્યું છે.
દશવૈકાલિક સૂત્ર (૮) ૩૬) માં કહ્યું છે :
જ્યાં સુધી ઘડપણ સતાવતું નથી, રોગાદિ વધતા નથી, ઈન્દ્રિયો અશક્ત બની નથી ગઈ, ત્યા સુધી યથાશકિત આચરણ કરી લેવું.
શંકરાચાર્યએ કહ્યું છે : શરીર ધ્રુજે છે. વાળ સફેદ થઈ ગયા છે, મોંમાંથી દાંત પડી ગયા છે. ઘરડો લાકડીના ટેકે ચાલે છે. છતાં આશા (લો ભ) છૂટતી નથી.
શ્રીમદ રાજચંદ્ર કહેતા : કાળ શું ખાય છે? પ્રાણી માત્રનું આયુષ્ય ખાય છે. જેટલો વખત આયુષ્યનો છે, તેટલો જ વખત ઉપાધિને જીવ રાખે, તો મનુષત્વનું સફળ થવું કયારે સંભવે ?
- જ્ઞાનીનો દેહ ઉપાર્જન કરેલા એવાં પૂર્વકર્મ નિવૃત્ત કરવા અર્થે અને અન્યની અનુકંપા અર્થ હોય છે.
કુંદકુંદાચાર્યે લખ્યું છે :
‘જેને દેહાદિમાં આણુ જેટલી પણ આસક્તિ છે, તે માણસ ભલે ને બધા શાસ્ત્રો જાગતો હોય, છતાં મુક્ત થઈ શકતો નથી.
चतुर्गतिभवसंभ्रमण जातिजरामरण - रोगशोकाश्च। कुलयोनिजीवमार्गणा - स्थानानि जीवस्य नो सन्ति।। શુદ્ધ આત્મામાં ચગતિરુપ ભવભદ્માણ, જન્મ, જરા, મરણ, રોગ, શોક, તથા કુળ, યોનિ, જીવસ્થાન અને માર્ગણાસ્થાન નથી હોતાં.
શ્રીમદ્ કહેતા - અનંતવાર દેહને આત્માર્થે ગાળ્યો છે. જે દેહ આત્માર્થે ગળાશે, તે દેહે આત્મવિચાર જન્મ પામવા યોગ્ય જાણી, સર્વ દેહાર્થિની કલ્પના છોડી દઈ, એક માત્ર આત્માર્થમાં જ તેનો ઉપયોગ કરવો એવો મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય હોવો જોઈએ.'
કેટલું જીવ્યા એના કરતાં કેવી રીતે જીવ્યા એ જ અગત્યનું છે. - સાર્થક જ ઉમે પુનર્જન્મ
૧૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org