________________
શ્રીમદે અમૂલ્યતત્વવિચારમાં ગાયું છે :
બહુ પુણ્ય કેરા પુંજથી, શુભ દેહ માનવનો મળ્યો,
તો યે અરે ભવચકનો આંટો નહિં એક ટળ્યો. મનુષ્યગતિમાં જ મુક્તિની સંભાવના છે. મનુષ્યનો અવતાર મળ્યા પછી મુક્તિને પુરુષાર્થ જ માનવનો ઉદ્યમ છે. અને એમાં જ મનુષ્યની ગરિમા, મનુષ્ય પાનુ અને ચતુરાઈ છે. નરસિંહ મહેતાએ ગાયું છે :
ભાગે નરે સંયો તત્વદર્શન વિના,
રત્નચિંતામણિ જન્મ ખોયો. ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય, તે મણિને રત્નચિંતામણિ કહ્યો છે. એ જ આ મનુષ્ય દેહ છે. મનુષ્યજાતિનું પદ ઉત્કૃષ્ટ છે. મહાભારતમાં કહ્યું છે :
“ર માનુષાત શ્રેણતર દિ વિષિત મનુષ્યથી શ્રેષ્ઠ કોઈ નથી
(શાંતિપર્વ ૨૮૮-૨૦) મનુષ્યની આવી આગવી પ્રતિષ્ઠા કરવામાં જૈન તીર્થકરોનો મહત્તમ ઉપકાર રહ્યો છે. તીર્થકરોએ માનવીમાં અચળ વિશ્વાસ પ્રગટ કર્યો છે.
અનેક જન્મોના પુગ્ય થી આ મનુષ્યદેહ, મનુષ્યભવ પ્રાપ્ત થયો છે. એટલે પુણથી મેળવેલી ચીજથી પાપ કરાય, તો તેવી ચીજ ફરી મળવી મુશ્કેલ છે. શાસ્ત્રોમાં કહ્યું છે :
જીવન સાથે મરાગ નિયત છે,
પાગ માગ સાથે જન્મ નિયત નથી. અર્થાત મૃત્યુ પછીનો જન્મ માનવજન્મ હશે કે અન્ય, એ નિશ્ચિત નથી. અંબુજઝહ, કિં ન બુજઝહ, સંબોહી ખલુ પેચ્ચે દુલ્લહા. ગો હૂવમંતિ રાઈઓ, નો સુલભં પાગરાવિ જીવિય
(સૂયગડાંગ, અ ૨, ગા. ૧) અહો બુદ્ધિમાન માણસો ! તમે બોધ પામો. શા માટે બોધ પામતા નથી, અને તમોને મળેલી બુદ્ધિનો વિકાસ કેમ સાધતા નથી ? શું આ મનુષ્યજન્મ તમોને વારંવાર મળવાનો છે? અને બીજાં જન્મોમાં બોધ પણ મળવાનો છે? આટલી સગવડ મળી છે, છતાં આળસ કેમ કરો છો? શું તમારા જીવનની પળો વીતી રહી છે, તે પાછી આવવાની છે?
સંત તુલસીદાસે કહ્યું, “શરીરમ ધર્મ ખલુ સાધનમ! શરીર ધર્મની સાધના-આરાધના માટેનું સાધન છે.
અને એજ અપેક્ષાએ દેહને શુભ કહ્યો છે બાકી તો માટીની માટી જ છે. જન્મ પુનર્જન્મ
૧૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org