Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 144
________________ છૂટવાનો ઉપાય કરવો, એ જ બોધિદુર્લભ ભાવના કહેવાય છે. આવી ઈચ્છાનો બોધ થવો એ પણ દુર્લભ છે. જે આત્મગુપ્ત થઈને કઈ કરતો નથી. તે નવાં કર્મ બાંધતો નથી. તે કર્મની નિર્જરાનું સ્વરૂપ જાણે છે અને જાણીને તે મહાવીર પુરુષ જેવું વર્તન કરે છે, તેને આ સંસારમાં ફરી જન્મ લેવો પડતો નથી કે મરવું પડતું નથી. (સૂ. શ્રુ. ૧. અ. ૧૫, ગા. ૭) છેલ્લે કહ્યું છે : જ્ઞાનનો સંપૂર્ણ પ્રકાશ થવાથી, અજ્ઞાન અને મોહનો સર્વથા ત્યાગ કરવાથી, અને રાગ તથા દેશનો સર્વથા ક્ષય કરવાથી આ જીવ એકાંત સુખરૂપ મોક્ષને પામે છે. (ઉત્ત. અ. ૩૨, ગા. ૨). ટૂંકમાં : ઈહ માગુરસ દાગે, ધર્મીમારાહિત નરા. અર્થાતું : ધર્મની આરાધના કરવા માટે જ આ મનુષ્યલોકમાં મનુષ્યો ઉત્પન્ન થાય છે. (સૂ. શ્રુ. ૪. ૧, અ. ૧૫, ગા. ૧૫) આવો દુર્લભ મનુષ્યજન્મ પ્રાપ્ત થયા પછી અનેક મનુષ્યો તેને વ્યર્થ ગુમાવી દે છે. મિત્ર પ્રકરણમાં આવા અજ્ઞાની માણસોની સરસ સરખામણી કરી છે : જે માણસ પ્રમાદને વશ થઈ દુપ્રાપ્ય એવા મનુષ્યજન્મને વ્યર્થ ગુમાવી દે છે, તે અજ્ઞાની માણસ સોનાની થાળીમાં માટી ભરી રહ્યો છે. અમૃતથી 1 પગ ધોઈ રહ્યો છે. શ્રેષ્ઠ હાથી પર લાકડાનો ભારો લાદી રહ્યો છે. અને ચિંતામણિ રત્ન કાગડાને ઉડાડવા માટે ફેકી રહ્યો છે. માટે જ કહ્યું છે : दुर्लभ प्राप्त मानुष्यं हारयदवं मुधैव मा। (પાર્વચરિત્ર) દુર્લભ મનુષ્યજન્મ મેળવીને વ્યર્થ ગુમાવી ન દેશો. મનુષ્ય ભવ મળ્યા પછી એની દુર્લભતા સમજાય, ધર્મતત્વમાં શ્રદ્ધા બેસે, અને મોક્ષગતિની આગમોલતા સમજાય, એ અતિ કઠિન વાત છે. સાચી શ્રદ્ધા ઘાણી દુર્લભ હોય છે. એટલે ભગવાન મહાવીરે કહ્યું છે કે : ઉત્તરાધ્યયન નિર્યુક્તિમાં મનુષષ્યજીવનની દુર્લભતા દર્શાવવા માટે ૧) ચુલો ૨) પાસા ૩) ધાન્ય ૪) વૃત ૫) રત્ન ૬) સ્વપ્ન ૭) ચક્ર ૮) ચર્મ ૯) યુગ (દૂસરું) અને ૧૦) પરમાણુ. એમ દસ દષ્ટાંત આપવામાં આવ્યા છે. દરેક દષ્ટાંતમાં વાસ્તવિક રીતે લભગભ અશક્ય કે અસંભવિત વસ્તુની વાત કરી સમજાવ્યું છે કે એવી વસ્તુ પણ ક્યારેક શક્ય કે સંભવિત બને. પણ મનુષ્યગતિમાં જન્મ મેળવવો એટલો સુલભ નથી. જન્મ પુનર્જન્મ ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170