________________
ચંચલ આ મનુષ્યજીવ અગાધ સંસારરૂપ સમુદ્રમાં જે સરી પડશે, તો ફરીથી પ્રાપ્ત થવો અત્યંત દુર્લભ છે.
આવો દુર્લભ મનુષ્યભવ પરિભ્રમણશીલ જીવને કેવી રીતે પ્રાપ્ત થાય, તે દર્શાવતાં આગમગ્રંથોમાં કહ્યું છે :
चउहिं ठाणहिं जीवा मणुसत्ताए कम्मं पगरोंति त जहापगइमद्रभयाए, पगइविणीययाए साणुक्कोसयाए अमच्छरियाए।
(સ્થાનાંગસૂત્ર) ચાર કારણોથી જીવ મનુષ્યગતિનું આયુષ્ય બાંધે છે. ૧) સરળ પ્રકૃતિથી ૨) વિનીત પ્રકૃતિથી ૩) દયાભાવથી અને ૪) મત્સરના અભાવથી. ધર્મકલ્પદ્રુમમાં કહ્યું છે :
अनुलोमो विनीतश्च दयादानरूचिद॒दुः।
सहर्षो मध्यदर्शी च मधुध्यादागतो नरः।। જે બધાની સાથે અનુકુળ થઈને રહેતો હોય, વિનયવાન હોય, દયા અને ‘દાનને વિશે રુચિવાળો હોય, સ્વભાવે કોમળ હોય, અને મધ્યમદષ્ટિવાળો હોય, તે માણસ મનુષ્યગતિમાંથી આવેલો છે, એમ જાણવું.
निदंम्भः सदयो दानी दान्तो दक्ष: सदा मृदुः।
साधुसेवा जनोत्साही, भावी चात्र नरः पुनः ।। જે નિર્દભ, દયાળુ, દાતાર, ઈન્દ્રિયોને દમનાર, દક્ષ, મૃદુ, સાધુસંતોની સેવા કરનાર અને અન્ય મનુષ્યોને ઉત્સાહ આપનાર હોય, તે મનુષ્ય સંસારમાં ફરી મનુષ્યપણું પામે છે. “વિવેકવિલાસમાં એ જ પ્રમાણે કહેવાયું છે :
નિર્દમ સદયો દાની દાન્તો દક્ષ: ઋજુ: સદા
મસ્યનિસમુદભૂતો ભાવી તત્ર પુન: પુમાન જે મનુષ્ય હમેશં નિર્દભ હોય, દયાળુ હોય, દાન આપવાવાળો હોય, ઈન્દ્રિયો પર સંયમ રાખનાર હોય, ડાહ્યો અને સરળ હોય, તે મનુષ્ય યોનિમાંથી આવેલો હોય છે અને ફરીથી પાછો મનુષ્યગતિમાં જાય છે.
જીવે સુખ કે દુ:ખ ઉપજાવનારું જે કર્મ કર્યું હોય, તેનાથી સંયુક્ત થઈને તે પરભવમાં જાય છે
(ઉત્ત. અ. ૧૮. ગા. ૧૩) બુદ્ધિમાન પુરુષે સમજવું જોઈએ કે જે મનુષ્યયોનિમાં આવે છે, તે મૂળધન સાથે પ્રવેશ કરે છે. મનુષ્યભવ એ મૂળ ધન છે. દેવગતિ એ લાભ છે, અને નરક તથા તિર્યંચગતિએ જીવોના મૂળધનનો નાશ છે. (ઉત્ત. અ.૭ ગા.૧૬,૨૦)
ગૃહસ્થ પણ ઘરમાં વસતાં છતાં પોતાની શક્તિ મુજબ પ્રાણીઓની દયા જમ પુનર્જન્મ
૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org