________________
ઉત્પન્ન થઈ શકે છે.
પરંતુ મનુષ્યગતિના જીવો સતત મનુષ્યજન્મ સાત કે આઠ વખત મેળવી શકે છે.
આમ સુખવૈભવ, દીર્ઘાયુષ્ય, વૈક્રિય શરીર, આકસ્મિક મૃત્યુનો અભાવ વગેરે દૃષ્ટિએ દેવગતિ મનુષ્યગતિ કરતાં ચડિયાતી હોવા છતાં પણ મોક્ષપ્રાપ્તિ માત્ર મનુષ્યગતિ-મનુષ્યભવ દ્વારા જ શક્ય હોવાથી, દેવો પણ મનુષ્ય અવતાર ઝંખે છે, એવી માન્યતા છે.
ચારેય ગતિના જીવોના પરિભ્રમણનો વિચાર કરીએ તો દેવ અને નરકગતિના અસંખ્યાતા જીવો અને તિર્યંચગતિના અનંતાનંત જીવોમાંથી એ જીવોને મનુષ્યગતિમા સ્થાન મળવું અતિ દુર્લભ છે.
શેક્સપીઅરે ‘માનવી’ નો મહિમા સચોટ રીતે વર્ણવ્યો છે :
'What a piece of work is a man - how noble in reason, how Infinite in faculty ! - In form and moving how experess and admirable! - In action how like an Angel! - In apprehension how like a God! નિસર્ગનું નમૂનારૂપ સર્જન માનવી કેવી ઉમદા બુદ્ધિ, અસીમ પ્રજ્ઞાનો ધારક, આકૃતિ અને હલનચલનમાં કેવો શોભાયમાન અને પ્રશંસનીય, ફરિસ્તા જેવું કાર્ય કરનાર અને જાણે ઈશ્વર જેવી ગ્રાહ્યતા ધરાવનાર !
સંત જ્ઞાનેશ્વરે લખ્યું છે :
જ્ઞાનબીજરૂપી નરદેહ એ આઠે અંગે ઉજવ્વલ એવું મોતી છે. પૂર્વર્જન્મના પુણ્યથી જ એ પ્રાપ્ત થાય છે. સવેળા સાવધ થઈને એની સહાયથી મુકામે પહોંચી જવું જોઈએ. પ્રભુના દર્શન કરવાં જોઈએ.
યક્ષ યુધિષ્ઠિરને પૂછે છે.‘‘આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?'' યુધિષ્ઠિર જવાબ આપે છે. ‘‘માણસ પોતાની આસપાસ અનેકને મૃત્યુ પામતાં જુએ છે. પરંતુ પોતાનું પણ એક દિવસ મૃત્યુ થશે, એવું તેને ભાન નથી. એ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય છે.’' ભગવાન મહાવીરે પણ આજ વાત કહી. બધા મરે છે, પણ હું મરવાનો નથી એવું માનવી માની બેઠો હોય છે.
મનુષ્યજન્મ અત્યંત દુર્લભ છે; એ જૈન, હિંદુ કે બૌદ્ધ ધર્મના અનેક ગ્રંથોમાં ભારપૂર્વક દર્શાવવામાં આવ્યું છે. સર્વ જીવોમાં મનુષ્યની શ્રેષ્ઠતા તો વિશ્વના દરેક ધર્મે જ નહિં, પણ વિજ્ઞાને પણ સ્વીકારી છે. તમામ તત્વવિદોએ મનુષ્ય
જન્મ પુનર્જન્મ
Jain Education International
'
For Private & Personal Use Only
૧૩૩
www.jainelibrary.org