________________
છીએ, જુદા પાડી શકીએ છીએ, જયાં સુધી એ પાણી રહે, ત્યાં સુધી આ તળાવનું પાણી, પેલું નદીનું પાણી એમ ભેદ કરી શકી છીએ, પણ અર્જુન ! જે પાણીનું ટીપું વરાળ થઈને ઉડી જાય, તે ટીપું વિશ્વમાંથી નાશ પામતું નથી. એમ (વૈજ્ઞાનિક નિયમને લીધે) જાણ્યા છતાં તેનું ત્યાર બાદ શું થાય છે, આપણે ચોકકસપણે જોઈ કે શોધી શકતા નથી.
તે
કોન્તેય ! પાણીનું ટીપું ઉડી ગયા બાદ જેમ એનો ઈતિહાસ અજાણ્યો બની જાય છે, તેમ આકાશમાંથી ટીપું બની ને ટપકયું ત્યાર પહેલાંય એ કયાં હતું, શી રીતે વરાળ બન્યું? વગેરે પણ આપણે કશું જાણતા નથી, પાર્થ! ભૂતમાત્રના જીવન વિશેની પણ આવી જ સ્થિતિ છે.
પુનરાવર્તન એ શાશ્વતીનો લય છે. આ ચકરાવો એ જ આપણું જીવન. વિજ્ઞાનમાં જેને Law of Return કહે છે. હેરી ચાર્લ્સ પ્યુએકે કાવ્યમાં Eternal Return ની જ વાત કહી છે. ચીની તત્વજ્ઞાનમાં Eternal Tio કહે છે, સમુદ્રના પાણીનું બાષ્પીભવન થઈ વાદળાં થાય છે. વાદળાં ફરી ધરતી પર વરસે છે, જેમાંથી મીઠાં જળવાળી નદીઓ વહે છે. એ જ નદીઓ સમુદ્રને જઈ મળે છે. આ ચક્રને વિજ્ઞાને સમર્થન આપ્યું છે.
જીવનના ઉદ્ગમ વિષે આધુનિક ચિંતકો - લેખકો આવી જ જિજ્ઞાસા ધરાવે છે ‘જોનાથન લિવિંગ્સ્ટન સીગલ' એ પુસ્તક દ્વારા પ્રખ્યાત થયેલા લેખક રિચાર્ડ બાકે. ‘ILLUSIONS’(અનુવાદ; ‘‘આભારની આરપાર’' શ્રી માવજી કે સાવલા) માં આવી જ વાત કરી છે :
તમે ભૂલી જાઓ કે :
તમારી આસપાસે જે કંઈ ચાલી રહ્યું છે તે સત્ય (Reality) નથી,
સૌ પ્રથમ તો એનું ચિંતન કરો કે,
તમારો ઉગમ કયાંથી;
તમે કયાં જઇ રહ્યા છો, અને
કરોળિયાની જેમ આ જંજાળ ઊભી કરીને તમે એમાં કેમ ફસાયા ?’’ આગળ કહે છે :
""
‘તદ્દન સામાન્ય, સીધા સાદા દેખાતા પ્રશ્નોમાં ભારે ઊંડાણ હોય છે. તમારો જન્મ ક્યાં થયેલ ?
તમે શું કરી રહ્યા છો ?
તમારૂં સ્થાન ક્યાં છે ?
આ બધા વિષે વારંવાર વિચારો અને તમે જોઈ શકશો કે
તમારા ઉત્તરો વારંવાર બદલાતા રહે છે''
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૦
www.jainelibrary.org