________________
છું. મૃત્યુ શરીરનું થાય છે. આત્માને મૃત્યુ સ્પર્શી પણ નથી શકતું. હું અમર છુ. હું અમર આત્મા છું.'' આ અદ્ભુત અનુભૂતિ, નવી ચેતનાએ, આત્મદર્શને જીવનનો પ્રવાહ પલટાવી દીધો. આત્મા સાથેનું અનુસંધાન નિરંતર રહેવા લાગ્યું. ભવભ્રમણમાંથી મુક્ત થવાની કે મોક્ષની પ્રાપ્તિની કે, વાસનાશૂન્યની ઝંખના આ અગાઉ ક્યારે પણ ઉઠી ન હતી... ક્ષણિક અનુભવ સ્થાયી થઈ ગયો. આત્માના જ્ઞાન-આનંદમય શાશ્વત સ્વરૂપની સ્વાનુભવસિદ્ધ પ્રતીતિ થતાં ભવભ્રમણ ભાંગે છે અને બાહ્ય જગત સ્વપ્ન જેવું નિ:સાર સમજાયછે. શ્રીમદ્ રાજ્યચંદ્રએ જાત-અનુભવના રણકાર સાથે બુલંદ સ્વરે મુખરિત કરી દીધું છે. સકળ જગત તે એઠવત્ અથવા સ્વપ્નસમાન,
તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. (આત્મસિદ્ધિ. ગા. ૧૪૦) જન્માતંરના સંસ્કારો જાગી જતાં કોઈને આ જીવનમા કોઈ પ્રયત્ન કે નિમિત્ત વગર પણ તત્ત્વદર્શન થાય છે. ક્યારેક માત્ર ઝાંખીથી શરૂઆત થાય છે. નાનકડી ઝાંખી માત્ર પણ અકલ્પનીય પરિવર્તનો લાવી દે છે.
‘શ્રી રમણ મહર્ષિને પોતાના મૃત્યુના ભણકાર સાંભળતાં આત્મજ્ઞાન થયું હતું.’ આ ઉક્તિ દક્ષિણમાં ઘણી પ્રચલિત છે, અને યથાર્થ છે.
કે
સૂફી પરંપરાએ ભયની ભવ્યતાનો મહિમા કર્યો છે. મૃત્યુનો ભય, જીવનભરની કમાણી ખોયાનો ભય વગેરે, એવાં કારણોસર સમગ્ર ચિત્તના અણુએ અણુમાં સઘન ભય વ્યાપી જાય છે. માણસ શૂન્યમનસ્ક, અવાક્ અવાચક સ્તબ્ધ થઈ જાય છે. વિચારોનું અચાનક વિસર્જન થઈ જાય છે. અને અસ્તિત્વનું ભાન થાય છે. આત્મસાક્ષાત્કારનો સ્પર્શ થાય છે. ભયની પરાકાષ્ઠા પરમ અવસ્થાને ખૂલ્લી કરી દે છે. ભય પરમ સત્વ બની માણસને નિજાનંદની અવસ્થામાં ફેરવી નાખે છે. સૂફી પરંપરામાં ઘણી દૃષ્ટાંત કથાઓ છે. સાધક ભયમાંથી ભગવાન બની શકે છે. સનાતનધર્મની અવતારકથાઓમાં ગજેન્દ્રમોક્ષની કથા જાણીતી છે. પાણીમાં મસ્તી માણતા ગજેન્દ્રને મગરે પકડયો હતો. અને ગજેન્દ્ર પોતાનું બધું બળ અજમાવી હારી ચૂકયો, ત્યારની પરમ ભયની ક્ષણે પરમાત્માસ્વરૂપ પ્રગટ થયું હતું, ભય અને મૃત્યુનો ડર રોમેરોમ માં જાગૃતિ લાવી દે છે.
ગુર્જયેફ પણ ભયને સાધનાનું સોપાન માને છે. એક રાત્રે એક ગામથી બીજે જતાં ચાંદની રાતે તેમને ભૂખ્યા જંગલી કૂતરાંઓનો ભેટો થઈ ગયો. ચારે તરફ પીંખી ખાવા આતુર ભયંકર કૂતરાઓ વચ્ચે ભયથી વ્યાકૂળ ગુર્જયેફે એક લાકડી વડે, જે રીતે પૂરી જાગૃતિથી રાત ગાળી હતી, તે ઘટનાએ ગુર્જયેફને તદન બદલી નાખ્યા. સાક્ષાત મૃત્યુ સન્મુખ ઊભેલું જોતાં ગુર્જયેફ પોતાની જાત બચાવવા સંપૂર્ણ જાગૃત બની ગયા. તેની વિચારશૃખંલા તૂટી ગઈ, અને ‘સ્વ’
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૩
www.jainelibrary.org