________________
જેવી મરણિયા વ્યાકૂળતા અનુભવે, તેવી વ્યાકૂળતા, મુમુક્ષુતા પ્રગટ્યા પછી સત્તા, ધન, પ્રતિષ્ઠા સંસાર વગેરેની આકાંક્ષા નિવૃત્ત થાય છે. તેમાં મેળવવા-જાળવવા જેવું કશું લાગતું નથી. બાળક જેમ ઢીંગલીથી રમે, ઘર-ઘર રમે, તેવો તમામ ખેલ ભાસે છે. સાધના અર્થે સેવવું પડતું કષ્ટ, કષ્ટમય નથી લાગતું. આવશ્યકતા એવી વસ્તુ છે કે આપમેળે બધું શોધી કાઢે છે.
આત્મજાગૃતિ હોય, તે સંસારની કાજળ કોટડીમાં વસીને પણ નિર્લેપ રહી શકાય છે. માણસમાં શકિતની કમી નથી; સંકલ્પની કમી છે.
મુક્તિનો કે ભવભ્રમણનો મુખ્ય આધાર ચિત્ત છે. કાયાથી કોઈ કર્મ ન આચર્યું હોય છતાં, યાવતું સાતમી નરક સુધી લઈ જાય, એવો અશુભ કર્મબંધ થઈ શકે છે, તેમ જ પાગબંધના કારણરૂપ મનાતી દાન વગેરે પ્રવૃત્તિ ન કરી હોય, તો પણ દેવલોકના સર્વોચ્ચ સુખ પ્રાપ્ત કરાવનાર શુભ કર્માણુ પાગ ‘એકઠાં” થઈ શકે છે. (મુનિ પ્રસન્નચંદ્રનું દષ્ટાંત દાખલારૂપ છે.)
માટે ભવબંધન તોડવાં હોય, તો કર્મબંધની આ શૃંખલા-અનુબંધ Chain Reaction પ્રત્યે જાગૃત બની શ્રેયાર્થીએ બાહ્ય-અંતર શુદ્ધ સાત્વિક બનવું રહ્યું. પ્રવૃતિની દિશા બદલાય, અશુદ્ધિ ટળે, એ સારી વાત છે, પણ કર્મબંધનનું પ્રધાન કારણ કાયાની પ્રવૃત્તિ નહિં, પણ મૂળમાં મન છે. આ વિસારવું ન જોઈએ.
આ દેહમાં આત્મભાવના કરવી તે દેહાંતરગતિનું અર્થાત્ ભવભ્રમણનું બીજ છે. દેહાત્મભ્રમ જ અહં, મમત્વ અને કષાયોનું મૂળ છે. સંસારના સર્વ અનર્થ એમાંથી જ પાંગરે છે. પદ, પ્રતિષ્ઠા, પૈસો, બુદ્ધિ, આવડત, શારીરિક વસ્થતા વગેરેને જ જીવનને આધાર માનીને માણસ જીવતો હોય છે. પરંતુ તમામ ક્યારેક એક ક્ષણમાં ધરાશયી થઈ જાય છે.
જે જે દૃશ્યમાન છે, તે તે નાશવંત છે. જે સનાતન અને શાશ્વત છે, તે દષ્ટિમાં નથી આવતું.
દુન્યવી સફળતા માટે માણસ જે ખંત અને નિષ્ઠાથી પુરુષાર્થ કરે છે, એ જ નિષ્ઠાપૂર્વક આત્મનિરીક્ષણ અને પોતાની વૃત્તિ-પ્રવૃત્તિનું સંશોધન કરતો રહે, તો આવી આરાધના નવા પ્રકાશને અનુભવ થોડા સમયમાં જ લાવી દે છે. આત્મામાં જ આત્મભાવના એ વિદેહ-નિષ્પત્તિનું અર્થાત્ મુક્તિનું બીજ છે.
ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે : “અંતર્મુખ થઈ ધીરે ધીરે મનને આત્મામાં સ્થાપવું અને અન્ય કોઈ ચિંતન ન કરવું. ચંચળ મન બહાર જાય, કે ત્યાંથી પાછું વાળીને તેને ફરીફરી આત્મામાં જ લાવવું.” (અ. ૬, ૨૫/૨૬)
દિગંબરાચાર્ય શ્રી. પૂજ્યપાદે મુમુક્ષુને અનુરોધ કર્યો છે કે બહિરાત્મભાવ દેહાદિ બાહ્ય વિષયોમાં હું” ને “મારું” એવી બુદ્ધિ છોડી દઈને, અંતરાત્મભાવ,
જ8મ પુનર્જન્મ
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org