________________
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે :
રાગ દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ
થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ (આત્મસિદ્ધિ ગા. ૧૦૦) સતત અભ્યાસ અને સાતત્ય સાધનામાર્ગે ફળ આપે જ છે. અનેક નિષ્ફળતાઓને અવગણીને નિરાશા ખંખેરીને શીઘ્ર ફળપ્રાપ્તિ માટેની ઉત્સુકતા રાખ્યા વગર, પૂરી નિષ્ઠા, શ્રદ્ધા, સમજ, ખંત અને ધીરજપૂર્વક જે પ્રયત્ન જારી રાખે છે, તેને એક દિવસ સફળતા અચાનક વરે છે.
Man does not know in what manner the soul frees itself frome the slavery of matter until after it is freed.
સમત્વબુદ્ધિ + કર્મફળત્યાગ – મોક્ષ
આત્માને લગતું આવશ્યક જ્ઞાન-સમજણ. શ્રીમદ્ રાજચંદ્રએ ‘આત્મસિદ્ધિ’માં ૧૪૨ ગાથાઓમાં ગૂંથી લીધું છે. શ્રીમદે તે માત્ર દોઢ-પોણા બે કલાકમાં એક જ બેઠકે રચી છે. છ પદ, આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, મોક્ષ છે, અને મોક્ષનો ઉપાય છે. આ છ પદનો પત્ર શ્રીમદે પૂ. મુનિશ્રી લઘુરાજસ્વામી (પ્રભુશ્રી) ને લખ્યો હતો, જે અત્યંત ઉપકારી નીવડયો અને મુનિશ્રીની વિનંતિથી પઘમાં એની રચના કરી.
‘આત્મા છે', તે ‘નિત્ય’છે, છે કર્તા નિજકર્મ, ‘છે ભોકતા' વળી મોક્ષ છે, ‘મોક્ષ ઉપાય સુધર્મ.
જે સમસ્ત ભાવો પ્રતિ વિમૂઢ નથી, જાગરૂક છે, દ્દષ્ટિસંપન્ન છે, એ અમૂઢદ્દષ્ટિ જ સમ્યષ્ટિ છે.
ન
સમ્યક્ત્વ પ્રગટે, તો મિથ્યાત્વ એક ક્ષણ પણ ટકી ન શકે. Both exclude each other. એટલે જ આનંદઘનજીએ ગાયું છે :
અબ હમ અમર ભયે ન મરેંગે.
યા કારન મિથ્યાત્વ દિયો તજ, ક્યોં કર દેહ ધરેંગે ?
અબ હમ અમર ભયે ન મરેંગે. જિનસ્વરૂપ થઈ જિનને આરાધે તે સહી જિનવર હોવે રે...
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૨૯
www.jainelibrary.org