________________
શ્રીમદે યથાર્થ કહ્યું છે “એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ.”
(આત્મસિદ્ધિ ગા. ૩૬) - જે છૂટવા જ માગે છે, તેને બંધનમાં રાખી શકાતો નથી. કારણ એનું - ધ્યેય મુક્તિ અર્થાત્ સર્વકર્મરહિત થઈ સ્વરૂપમાં-સ્વ માં સ્થિર થવાનું હોય છે.
સર્વ કર્મના ક્ષય માટે; આત્મજ્ઞાન-આત્માસંબંધી માત્ર બૌદ્ધિક કે શાસ્ત્રજ્ઞાન નહિં, પણ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન પ્રાપ્ત કરવું રહ્યું.
આત્મજ્ઞાનની પ્રાપ્તિ અર્થે, આત્મા શરીરથી જુદો છે, એ સાક્ષાત્કાર કરવાના હેતુથી ધ્યાનની સાધના આવશ્યક છે. ધ્યાનની સિદ્ધિ માટે, પ્રથમ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરવી રહી. ચિત્તની સ્થિરતા માટે, ચિત્તની નિર્મળતા અને શરીરશુદ્ધિ આવશ્યક છે.
ચિત્તની નિર્મળતા સંપાદન કરવા માટે, સ્વાધ્યાય, સતશાસ્ત્રનું શ્રવણ, વાંચન, મનન, ચિંતન, અને નિદિધ્યાસન તેમજ તત્ત્વચિંતનમાં જ મન પરોવી સતત અંતર્મુખ રહેવું જોઈએ, જેથી બાહ્ય વિકલ્પો આપોઆપ ટળી જાય. આ તત્ત્વચિંતન સાથે મૈત્રી, કરુણા પ્રમોદ, માબથ એ ચાર ભાવનાઓ, અને અનિત્યસ્વ આદિ બાર ભાવનાઓથી ચિત્તને હમેશાં સભર રાખવું જોઈએ. આવી જ રીતે ચાર પરાવર્તન પ્રકાર બાંદ્ધમતમાં બ્રહ્મવિહાર નામથી વર્ણિત છે.
(મજિઝમનિકાય: ભાગ ૨, ગા. ૧૦૪- ૧૦૫) આ તમામ શુભ ભાવનાઓને સિદ્ધ કરવા માટે, જીવનમાં ઉતારવા અને સ્થિર કરવા માટે, જીવનવ્યવહાર ન્યાય-નીતિ, વ્રતનિયમ, ત્યાગ-વૈરાગ્ય અને સંયમથી નિયંત્રિત હોવું જોઈએ. સંયમ માણસને મોક્ષના ઉબરે ઊભો રાખી દે છે. ( ચિત્ત અને શરીરની બાહ્ય અને આંતર સર્વાગી શુદ્ધિ માટે તપની સાધના જોઈએ..
બાહ્ય તપમાં (૧) અનશન (ઉપવાસ) (૨) ઉણોદેરી (૩) વૃત્તિ સંક્ષેપ, (૪) રસત્યાગ (૫) કાયકલેશ અને (૬) સંલીનતા.
આત્યંતર તપમાં (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) કાઉસગ્ગ.
કર્મની નિર્જરા માટે શ્રેષ્ઠ તપ છે કાઉસગ્ગ. આ છે આત્મા અને કર્મને જુદા પાડી આપનાર આધ્યાત્મિક સાધનાપ્રક્રિયા.
બધા તપનું સ્વરૂપ એક હોવા છતાં પણ એનાં બે પ્રકાર છે. ફળની ઈચ્છા કરવી, એ સકામ નિર્જરા છે. ફળની ઈચ્છા ન કરવી, એ નિષ્કામ નિર્જરા છે. આ સર્વ નિર્જરા તે સમયની મનસ્થિતિ પર અવલંબે છે.
જો અજ્ઞાન બંધનું કારણ હોય તો જ્ઞાન મોક્ષનું કારણ હોવું જ જોઈએ. જમ પુનર્જન્મ
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org