________________
ignorance. કર્મબંધના કારણો જાણી, અઢાર પાપ સ્થાનકો અર્થાત્ છિદ્રો, જેમાંથી કમ પ્રવેશે છે, તેને પ્રથમ અટકાવવા, સંવર કરવા. પ્રાપ્ત પરિસ્થિતિને, જીવનની ઘટનાઓને, સુખદુ:ખને, રાગ-દ્વેષ કર્યા વિના સમભાવે વેદી વેઠી લેવાય તો નવાં કર્મ ન બંધાય, આ જ તપ છે. સમભાવ, સામાયિક ભાવ, એ સાધનાની ધરી છે. તેમજ જન્મોથી પૂર્વબધ્ધ સંચિત કર્મોની પણ નિર્જરા-ક્ષય, કરવાં પડે છે. ઉચિત અને અનુચિત અંગેનો મૂલ્યનિર્ણય કોણ કરે ? આવાં મૂલ્યો અંગેનો શાસ્ત્રને મૂલ્યમીમાંસા - Axiology કહે છે. વિવેકશક્તિ સાથે દષ્ટિ મર્યાદા વધે છે, અને સામંજસ્ય શક્ય બને છે. સારાં-નરસાં, સ-અસ વચ્ચેના ભેદને સમજવા વિવેક- Discretion ઉપર ભાર મૂકવામાં આવ્યો. કહ્યુશીઅ Li ‘લિ' દર્શાવ્યો. લિ' એટલે ઔચિત્ય. Propriety. વિવેક સંસ્કૃતિને પોષે છે અને વિકૃતિને ખાળે છે. માટે આપણી અંદર રહેલ અસ્સલ ઉત્ક્રાંતિમૂલક, નૃવંશશાસ્ત્રીય Anthropological પ્રકૃતિને વિવેકના સૂકાનની જરૂર પડે છે.
રોજ પ્રયત્નપૂર્વક સત્ય અને અસત્ય વચ્ચેનો વિવેક કરવો અને અસત્યનો ત્યાગ કરવો એ જ ધ્યાન. ધ્યાન અનેક પ્રકારોથી શરૂ થાય. પરંતુ બધા પ્રકારોનું ધ્યેય એક જ હોય છે.
વિવેકનો આત્મા ઉપયોગ તે વિવેકપ્રજ્ઞા. બુદ્ધિશાળી માણસ ખોટું કામ કરી શકે, પ્રજ્ઞાવાન કદી ન કરે. જ્ઞાનનો મુક્તિ અર્થે ઉપયોગ, તે પ્રજ્ઞા.
“સાધક જયણાપૂર્વક યત્નાપૂર્વક, વિવેકપૂર્વક બધી ક્રિયાઓ કરે. ઉઠે, બેસે, બોલે, ખાય, પીએ, સર્વ પ્રવૃત્તિ વિવેકપ્રજ્ઞાયુક્ત જ હોય. તો પાપકર્મ બંધાતા નથી.
(દશવૈકાલિક અ.૪, ગા.૮) શ્રીમદ્ રાજચંદ્રએ યથાર્થ જ કહ્યું છે:
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તેહાં સમજવું તેહ,
ત્યા ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. અંતર્મુખતા અને સંયમ અર્થાત સ્વરૂપજાગૃતિ અને વિરતિ; એ બે વડે મુક્તિપંથ કપાય છે. આત્મજાગૃતિ મુક્તિની દિશામાં પહેલું પગરણ છે. વિરતિ-ત્યાગ એની સાથે ભળે, તો મુક્તિપ્રયાણ વેગવાન બને.
આત્મદર્શનનો તીવ્ર તલસાટ જાગ્યો ન હોય, ત્યાં સુધી જ, સાધનામાં વિક્ષેપ ઊભી કરે એવી પ્રવૃતિઓમાં માણસ રસ લઈ શકે છે. સ્વાનુભૂતિ માટે તીવ્ર વ્યાકૂળતા અને ઉત્કટ ઝંખના, જાગવી એ જ પ્રભવ સ્થાન છે. આ માનવભવ વ્યર્થ નથી ગુમાવવો’, એવી આકાંક્ષા બળવત્તર થાય, ત્યારે ઉપાય અવશ્ય હાથ લાગે. આવી ઝંખના ઉત્કટ બને, ત્યારે સંસારની સર્વ શીતલતા તાપદાયી લાગે. સર્વ મધુરતા કડવી ભાસે. આ વ્યાકૂળતા, જેમ ડૂબતો માણસ ન ઊંચે આવવા જમ પુનર્જન્મ
૧૨૪ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org