________________
હોય છે. જેમાં મૂળ તત્વ તો પાણી જ છે.
અંધકારના ગમે કેટલા પ્રકાર કહીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહિં હોય, જે અજવાળારૂપ હોય. તિમિરનું આવરણ જેને છે, એવા પ્રાણીની કલ્પના પણ સત્ નજીક સંભવતી નથી. સત્ દૂર નથી પણ દૂર લાગે છે. એ જ જીવનો મોહ છે. જે કંઈ છે તે સતું જ છે. સરલ, સુગમ છે. તેની પ્રાપ્તિ સર્વત્ર છે કાળની તેને બાધા નથી, તે સર્વનું અધિષ્ઠાન છે. વાણીથી અદશ્ય છે. તેની પ્રતીતિ હોય છે અને તે પ્રાપ્તિનો ઉપાય છે. સહુ કોઈ કાળે સત્ સિવાય બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે નહિં.
માત્ર આધ્યાત્મિક સુખની ઈચ્છાથી નહિં પણ સચદષ્ટિથી સત્યને શોધવો જોઈએ. સાધક ચાહે જ્ઞાનની સાધના કરે, ચાહે ધ્યાનની કરે, તપની કરે, પણ કશી કામના વિના કરે, આ લોક કે પરલોકના સુખની કામનાથી ન કરે. ન યશકીર્તિ પામવાની કામનાથી પ્રેરિત થઈ કરે. માત્ર એકાન્ત નિર્જરા અર્થે જ કરે. વૈકુંઠ વાટમાં આવે, તો પણ એને વટાવી જાય. તંતુ અને ત્વમ નો સંગમ એ જ અક્ષરધામ.
નચિકેતા આત્માનું રહસ્ય મૃત્યુદેવતા યમ પાસેથી શીખ્યો. નચિકેતાના પિતા વાજથવસે વિશ્વજીત યજ્ઞમાં પુરોહિતોને વસુકેલી ગાયો આપી. નચિકેતા શ્રદ્ધાવાન હતો. આવા દાનથી પિતાને સ્વર્ગલોકમાં શું સુખ મળશે? એણે કહ્યું ‘મને તમે કોને આપશો?' પિતાએ ગુસ્સાવશ કહ્યું કે, હું તને મૃત્યુને આપું છે. નચિકેતાને વિચાર આવ્યો કે મારા દાનથી “યમ” નું કયું કાર્ય સિદ્ધ થશે? પિતાને પસ્તાવો પણ થયો. નચિકનેતાએ જન્મ-વિકાસ-વિલય-મનુષ્ય જીવનની ક્ષણિકતાની વાત કહી. નચિકેતાની જિજ્ઞાસા-સત્યશોધન વૃત્તિ જોઈ એને યમ પાસે મોકલાવ્યો. યમ ઘરે ન હતા. ત્રણ દિવસ અને ત્રાણ રાત એ દરવાજે બેસી રહ્યો. યમ આવ્યા ત્યારે નચિકેતાની નિષ્ઠાથી પ્રસન્ન થઈ ત્રણ વરદાન આપ્યાં. પ્રથમ વરદાનમાં એણે પિતા માટે શાંતિ માગી. અને બાકીમાં એણે જીવનમુકિતના રહસ્યો. મૃત્યુ પછીના જીવનની વાત, આત્મા વિષે પ્રશ્નો પૂછયાં. યમે પ્રેમ ને બદલે શ્રેયની પસંદગી કરવાની કહી, અને કહ્યું કે ઐશ્વર્યની ભગ્રણાંમાં રહેલાં મૂર્ખ-અજ્ઞાની માને છે કે આ જ એક દુનિયા છે, બીજી દુનિયાનો પંથ એમને દેખાતો નથી. આ લોકો ફરી મારા સંકજામાં આવી જાય છે. આત્મા હણાતો નથી. શાશ્વત છે. શરીર નાશવંત છે. જ્ઞાની પુરુષ નાશવંતનો શોક કરતા નથી. આત્માને જાણનાર નિર્ભય થઈ જાય છે. આત્મા અને બ્રહ્મ એક જ છે. - દરેક જીવ યથાશ્રુત એન યથાકર્માનુસાર ફરી ગર્ભમાં આવે છે. કે વનસ્પતિરૂપે જન્મે છે. બ્રહ્મનો સાક્ષાત્કાર થતાં જીવ મુક્ત થઈ જાય છે. અન્યથા જન્મ પુનર્જન્મ
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org