________________
( સુત્ર કૃતાંગ ૧-૨-૩-૪) અને પુન: પુન: ગર્ભવાસના વિજય પ્રાપ્ત કરવો કઠીન છે. (આચારાંગ ૨/૫, ૩/૨) રાગ અને દ્વેષ બેઉ કર્મબીજ છે, અને ભોગ કર્મબંધ કરાવે છે. રાગ દ્વેષનો ત્યાગ એ જ સમાધિ છે.
આસકત પ્રાણી કર્મોનો સંચય કરતો રહે છે દુ:ખ ભોગવે છે. તૃષ્ણા છોડી વિષયો પર
(ઉત્ત. ૧૩/૧૧.૩૨/૭, સૂત્રકૃતાંગ ચૂણી ૧/૨/૨.) વિષયો ઝેરી તીર અને વિષધર જેવા છે. જેવી રીતે કિમ્પાલ (ઈનદ્રાયણીનું ફળ) સુંદર અને મધુર હોવા છતાં જીવનનો નાશ કરે છે, તેમ ભોગવેલા ભોગ વિષફળની જેમ કડવું ફળ આપે છે. દુ:ખોની પરંપરા લાવે છે. અંતે દુર્દશા અને દુર્ગતિ લાવે છે.
(ઉત્ત. ૬/૫૩, ૭/૫, ૧૨/૧૬/૨૭/૧૮ તથા ૩૨/૨૦) ઈન્દ્રિયોથી ઉત્પન્ન થતા સુખ વાસ્તવિક સુખ નહિં, પણ સુખાભાસ છે. દરેક સાંસારિક સુખની પાછળ દુ:ખ અને કષ્ટ છે. માણસ સુખને માટે અનેક પાપ કરે છે. અને પાપનું ફળ દુ:ખ છે. - તત્ત્વામૃત.
શ્રીમદ્ કહેતા ‘પશ્ચાત દુ:ખ તે સુખ નહિં' દુનિયામાં એવા કોઈ દોષ નથી, જેના મૂળમાં સુખની ઇચ્છા ન હોય. સુખની ઈચ્છામાંથી જ દુ:ખનો પ્રારંભ થાય છે. જે સુખ માટે પ્રયત્ન અને શ્રમ કરવો પડે, તે સુખની કિંમત કેટલી ? ખરૂં સુખ સરળ અને અનાયાસ હોય છે.
તમામ લીલા મનની છે. પાંચ ઈન્દ્રિયોના વિષયો મર્યાદિત છે. જ્યારે મનનાં વિષયો અમાપ છે. શ્રી અરવિંદ કહેતા : Body has only needs,. Mind has desires. શરીર સમજદાર છે. પણ મન ઉટપટાંગ છે. શરીર પોતાની જરૂરિયાતો બરાબર સમજે છે. શરીરને ખરાબ આદતો પાડનાર મન જ છે. મનના અનેક અનાચાર, અતિક્રમણો શરીર ભડવીરની જેમ સહી લે છે.
જૈન શાસ્ત્રના ચાર અનુયોગ ૧) દ્રવ્યાનુયોગ ૨) ગણિતાનુયોગ ૩) ચરણાનુયોગ ૪) ધર્મકથાનુયોગમાં દ્રવ્યાનુયોગમાં આત્માના ચિંતનનો સમાવેશ થાય છે.
આત્મા અમૂર્ત છે, તેથી ઈન્દ્રિયગ્રાહ્ય નથી. અમૂર્ત હોવાનાં કારણે જ આત્મા નિત્ય છે. મિથ્યાત્વ આદિ કારણોથી કર્મબંધન થાય છે. અને કર્મબંધન જ સંસારનું કારણ કહેવાય છે. સર્વ જીવો પોતાની આસપાસ છએ દિશાઓમાં રહેલાં કર્મપુદ્ગલોને ગ્રહણ કરે છે અને આત્માનાં સર્વ પ્રદેશોની સાથે સર્વ કર્મોનો સર્વ પ્રકારથી બંધ પડે છે. આ જગતમાં જેટલાં પણ પ્રાણીઓ છે,
જન્મ પુનર્જન્મ
૧૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org