________________
પ્રતીતિના પૃથક્કરણમાં ‘હું’ નું ભાન ક્યાંથી ઉઠે છે ? એ શું છે?
એ અન્વેષણમાં અંતર્મુખ રહી સ્વરૂપને જ અનુભવવાનો પ્રયાસ છે. ‘આત્મવિચાર’નો અભ્યાસ તો સતત હોય, પણ આત્મવિચાર સમસ્ત જીવનમાં વણાઈ જવો જોઈએ. આ પ્રક્રિયાની વિશેષતા એ છે કે એના અભ્યાસના પ્રારંભ થી જ દેહાત્મબુદ્ધિ પર પ્રહારો થતાં રહે છે, તેથી એના દ્વારા એકાગ્રતાનો અભ્યાસ, ચિત્તની શુદ્ધિ અને મોહનો ક્ષય થતો રહે છે. સદ્પ્રવૃત્તિઓ અને સદ્ગુણો સ્વયં વિકસતાં જાય છે અને અશુભ વાસનાઓ આપોઆપ ખરી પડે છે.
હિબ્રુ સંસ્કૃતિ અને ભાષાનો અક પ્રચલિત મંત્ર છે: યહોવા અથવા યાવેહ. (બેઉ રીતે ઉચ્ચાર થાય છે) જેનો અર્થ છે : ‘હું છું’ આ મંત્ર વિષે પશ્ચિમના વિદ્વાનોએ પણ ચિંતન કર્યું છે. Revelation- Divine Fire. માં
હું કોણ છું, તે જાણવા માટે તમારૂં પોતા તરફ જાગૃતપણે લક્ષ જોઈએ. ‘હું છું’ આ મૂળ વસ્તુતસ્થિતિ સાથે આવશ્યકપણે સુસંગત ન હોય તેને નકારંવુ
જોઈએ.
હું કોણ છું ?- આ પ્રશ્ન સિવાયના અન્ય સર્વ પ્રશ્નો છોડી દો. ‘હું છું’ એ વિચાર સિવાય અન્ય વિચારને આશ્રય ન આપો.
‘હું છું’ એ સંજ્ઞામાં દઢતાપૂર્વક સ્થિર થાઓ. એ જ સર્વ પ્રયત્નોનો આરંભ અને અંત છે.
જન્મ સમયે તમે હાજર નહોતા કે ? અને મૃત્યુ સમયે તમે હાજર નહિં હો? જે સદા હાજર હોય છે તેની શોધ કરો, તમારા જન્મ સમયે જે હાજર હતા, અને તમારા મૃત્યુ ના જે સાક્ષી હશે તેની શોધ કરો.
‘હું છું’ સે સંજ્ઞા તમારી પોતાની છે. તમે તેનાથી જૂદા થઈ શકતા નથી. પરંતુ તમે તેની સાથ કશુંક જોડી શકો છો. દા. ત. હું સુંદર છું, શ્રીમંત છું વિ. આવા પ્રકારનું તાદાત્મય મિથ્યા હોઈ બંધનનુ કારણ બને છે. હું દેહ છું એ કલ્પનાથી અંધ થયેલ મન અવિરતપણે ભ્રમનું સુતર કાંત્યા કરે છે. ‘હું છું’ એવી જિજ્ઞાસાનો પ્રથમ ઉદય થાય, ત્યારે તે કયાંથી આવે છે, તે પોતાને જ પૂછો, અથવા તેના પર એકાગ્રતાપૂર્વક ધ્યાન આપો. તમારૂં મન જયારે સ્થિર થશે, ત્યારે અવર્ણનીય પરંતુ અનુભવગમ્ય એવી અવસ્થામાં તમે પ્રવેશ કરશો. ‘હું છું’. એ ભાનનું માત્ર સ્મરણ રાખો. તમારૂં મન અને ભાવના એફરૂપ થાય ત્યાસુધી તેમાં ભળી જાઓ. સ્થિર રહો. સર્વ પ્રકારના અનુભવ તમને આવશે પરંતુ એવી સમજણથી નિશ્ચળ રહો કે જે દેખાય છે, તે બધું ક્ષણભંગુર છે, અને ફકત ‘હું છું’ એ જ ટકી રહે છે.
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૧૧૬
www.jainelibrary.org