Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 122
________________ “ખરેખર? તો મૃત્યુ થતાં બધા ભેગા થઈને તમને જ તમે જ બંધાવેલા તમારા ઘરમાંથી બહાર કાઢશે, ત્યારે તમે એનો વિરોધ નહિ કરે?'' પ્રશ્રકાર ગુંચવાયો. હવે જ એને ભાન થયું કે જાત વિષેના કેવા ખોટા ખ્યાલમાં, આ શરીર એ જ “હું” એવી ખોટી Identity ઓળખ સાથે ભ્રાંતિમાં જીવી રહ્યો છે. જગત આખાનું જ્ઞાન ધરાવનાર દાવો કરનાર માણસ પોતાની જાત વિષે જ જીવનભર અજ્ઞાત રહે છે. અપરિચિત રહે છે. The eyes that see all else, cannot see itself. - ચિત્ત એ બીજું કશું નહિં પણ વિચારોની ગાંસડી માત્ર છે. અને વિચારોમાં આઘ, પ્રધાન, એહમ વિચાર છે: '' માટે હું કોણ? એની જ ખોજ કરો. એના દ્વારા જ ચિત્તને શમાવી શકાશે. નિરંતર ચિત્તને અંતર્મુખ રાખીને સ્વમાં રહેવું, આત્માનુસંધાન કરવું, એનું જ નામ “આત્મવિચાર. ચિત્ત શમ્યા વિના આત્મસાક્ષાત્કાર થતો નથી. દરરોજ નિયત સમયે સર્વ પ્રવૃતિ છોડી આત્માનુસંધાન નો અભ્યાસ કરવો જોઈએ. જન્મ વખતનું શરીર આજે રહ્યું નથી. હાથ કે પગ ખોઈ નાખ્યા હોય, પણ એથી “હું” ની પ્રતીતિમાં ન્યૂનતા આવતી નથી. અર્થાત “હું” નામનું તત્વ શરીરથી અલગ અસ્તિત્વ ધરાવે છે. શરીર એ હુ’ નથી. હરપળ મનમાં નવાનવા વિચારો ઉઠે છે અને શમે છે. વિચારોની વણઝાર . પસાર થઈ રહી છે. માટે વિચારો પણ હું ન હોઈ શકે. વિચારપ્રવાહનું નિરીક્ષણ કોણ કરે છે? એ છે સાક્ષી: ઉપદ્રષ્ટા. જે અમુક વિચારોમાં પોતાની સંમતિ આપે છે, અને અમુક વિચારો પ્રત્યે નાપસંદગી દર્શાવે છે, જે સ્વીકાર-અસ્વીકારનો ફેંસલો આપે છે, તે કોણ? તે અનુમન્તા-અનુમતિ આપનાર અથવા Superego અથવા Conscience, - અંતરાત્મા , (જેને મનોવિજ્ઞાને પણ સમર્થન આપ્યું છે). આ રીતે “હું” કોણ ? એ પ્રશ્નને તાગ મેળવવાનો પ્રયત્ન કરો. આ પ્રશ્નોનો શાબ્દિક જવાબ ન આપતાં, ગોખેલા સૂત્રો ન આપતાં શરીર, લાગણી અને વિચારોને વટાવી ચેતનાને ઊંડે ઉતરવા દેવી. અહિં સુધી આવ્યા પછી નિર્વિચાર રહી હું' ની પ્રતીક્ષા કરવી.વિચાર આવે તો પૂછવું, વિચાર કોને ''આવે છે? પ્રશ્ન પૂછનાર કોણ છે, અને વિચાર કરનાર કોણ છે? ક્રોધ-હર્ષ વગેરે લાગણી ઉઠે તો અવલોકન કરો કે આ લાગણીઓ કોને ઉઠે છે? હર્ષ કે શોક કોને થાય છે? ‘કોણ છું?” એ વિચારધારાને નિરંતર આગ્રહપૂર્વક વળગી રહેનારને શુભ પરિણામ થોડા સમયમાં દેખાયા વિના નહિ રહે. 'અહં' અર્થાત 'હું' ની જન્મ પુનર્જન્મ ૧૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170