________________
ની સાચી ઓળખ થઈ. ગુજયફની પસંદગીયુક્ત જાગૃતિ' ની સાધનાપદ્ધતિ ત્યારે જન્મ પામી હતી. - જે. કૃષ્ણમૂર્તિ Effortless, choiceless awareness ની હિમાયત કરે
ઈન્ડોનેશીઆમાં ઉદ્ગમ પામેલા સુબદ નામના એક આધ્યાત્મિક પંથના ભારતની શાખાના પ્રમુખ શ્રી શહીદ પ્રવીનને આત્માની સહજ-ઈન્દ્રિયનિરપેક્ષ જ્ઞાનશક્તિની નાનકડી ઝાંખીએ પોતાને નાસ્તિકમાંથી આધ્યાત્મિક પંથે વિહરતો સાધક શી રીતે બનાવી દીધો, તેનું વર્ણન The way the spirit leads માં કર્યું છે. એમને કાયાથી અલગ આત્માનો અનુભવ થયો. એમાણે લખ્યું છે “હું શરીરથી અલગ હતો. હું ઈચ્છે તો એ કાયાને તજી દઈ શકું. કારણ કે શાશ્વત તો હું જ હતો. શરીર તો એના ઉપરનું માત્ર એક વસ્ત્ર હતું. મને આનંદનો અનુભવ થયો. ભાન થયુ કે સમસ્ત જ્ઞાન અને પ્રજ્ઞાનું મૂળ ખુદ મારામાં જ
હતું''
વિલીયમ બ્લેકે યથાર્થ લખ્યું છે If the doors of perception were cleansed, man would see everything as it is, infinite”,
અર્થાત : જ્ઞાન પ્રાપ્તિના દ્વાર-મન-અને ઈન્દ્રિયોને પરિશુદ્ધ કરવામાં આવે, તો માણસ બધું યથાર્થ સ્વરૂપે-અનંતરૂપે જોઈ શકે.
ગ્રાંટરોડ પર રામભરાશેવાળી ગલીમાં પાન-બીડીના દુકાન ધરાવતા અને દુકાનના માળીયા પર જ રહેતા સંત નિસર્ગદત્ત મહારાજે I am that માં આજ વાત કરી છે :
'All exist in mind. Even the body is an integration in the mind of a vast number of sensory perceptions and each perception also is a mental state...Both mind and body are intermittent states. The sum total of these flashes create the illusion of existence.
આપણને ઘન સ્વરૂપ ભાસતી કાયા એ વાસ્તવમાં તો આપણી ઈન્દ્રિયો પાસેથી મળતા અસંખ્ય સંકેતોનું આપણા ચિત્તે કરેલું સંકલન અને તેનું અર્થઘટન માત્ર છે. વળી ઈન્દ્રિયોએ પાઠવેલા એ સંકેતો આખરે તે મનોમય જ હોય છે. આપણી કાયાનો આપણો અનુભવ મનોમય છે!
એક દર્શનાર્થીએ રમણ મહર્ષિને પૂછ્યું: ‘પરમાત્મા સાકાર છે કે નિરાકાર?” મહર્ષિએ સામો પ્રશ્ન કર્યો કે પહેલાં એ કહો, પ્રશ્ન કરનાર સાકાર કે નિરાકાર ?'
‘એમાં વળી પૂછવાનું શું હોય? હું આ ઉભો તમારી સામે. હું સાકાર છું, એ તો દીવા જેવું સ્પષ્ટ છે.” પ્રશ્રકારે ઉત્તર આપ્યો જન્મ પુનર્જન્મ
૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org