________________
હું છું' એવો વિચાર એ જ અરિસો સાફ કરવાનું કપડું છે. એનાથી અરિસો વરછ કરતા રહો.
‘હું છું ને તમે જાણો છો. તમે ત્યાં યંસ્કૂરણાપૂર્વક પાછા પહોંચી નહિં, ત્યાં સુધી એના સહવાસમાં રહો. આનાથી વધુ સારો અને સરળ માર્ગ બીજો કોઈ નથી.
‘છું' એ તો મૂળ છે. ઈશ્વર તો વૃક્ષ છે. નિર્ગદત્ત મહારાજે આવા અનેક પ્રશ્નોના ઉત્તર આપ્યાં છે.
(આત્મબોધ અનુ. જયરામ ઠકકર, માવજી કે. સાવલા) That I exist is a perpetual surprise called Life.
હું એક છે, પરપુદ્ગલથી ન્યારો છે. નિશ્ચયન કરીને શુદ્ધ છે. અજ્ઞાન મેલથી ન્યારો છું. મમતાથી રહિત છે. જ્ઞાન-દર્શનથી પાર્ગ છું. હું મારા જ્ઞાન-સ્વભાવ સહિત છું. ચેતના ગુણ મારી સત્તામાં છે. હું મારા આત્મસ્વરૂપને ધ્યાતો સર્વ કર્મોનો ક્ષય કરું છું
(સમયસાર-૭૩) સૂત્રોમાં કહ્યું છે: “હે જ્ઞાની જનો ! તમે કંઈ પાગ ચેષ્ટા ન કરો. અથવા કાયાની પ્રવૃત્તિ ન કરો. કંઈ પણ બોલી નહિ. કંઈ પણ વિચારો નહિ. એટલે તમારો આત્મા આત્મામાં સ્થિર થાય, કેમકે આત્મામાં તલ્લીન થવું એ જ પરમધ્યાન છે.
કોઈ પણ માર્ગથી આધ્યાત્મિક જ્ઞાન સંપાદન કરવું એ જ્ઞાનીઓને ઉપદેશ છે. પ્રત્યેક દર્શન આત્માને જ બોધ છે. અને મોક્ષ માટે સર્વ પ્રયત્ન છે. ઈશોપનિષદની સૂ સ્તુતિની પંકિતઓ છે :
ત્યાં જે તે દેવ, અહીં તે હું માનવ,
તું તે જ આત્મા, હું તે જ આત્મા. શ્રીમદ્ રાજચંદ્રએ લખ્યું છે કે આત્મા શુદ્ધ, બુદ્ધ છે.
શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીએ કેટલું, કર વિચાર તો પામ.
આત્મા-કર્મ-નિર્જરા-મુક્તિ પૂર્વજન્મના ફળ સ્વરૂપ જે મનુષ્યને આ જગતમાં સુખભવ, પ્રાપ્ત થયાં છે, છતાં ભોગમાં જ આસક્ત થઈ વિલાસી જીવન વ્યતીત કરે છે, લોભીની જેમ ધર્મ આચરણમાં શિથિલ છે, તે સમાધિ માર્ગ જાણી નથી શકતા.
જન્મ પુનર્જન્મ
૧૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org