________________
તે પોતપોતાનાં સંચિત કર્મોથી જ સંસાર-પરિભ્રમણ કરે છે અને સ્વકૃત કર્મો અનુસાર જ જુદી જુદી યોનિઓ પામે છે. ફળ ભોગવ્યા વિના ઉપાર્જિત કર્મોથી પ્રાણીઓનો છૂટકારો થતો નથી. કરેલાં કર્મો આ જન્મમાં અથવા પછીના જન્મમાં જે પ્રકારે એ કર્મો કરવામાં આવ્યાં હોય. તે પ્રકારે કે બીજા પ્રકારે પણ પોતાનું ફળ આપે છે. સંસારમાં પરિભ્રમણ કરી રહેલો જીવ માનસિક, વાચિક અને કાયિક દુકૃત્યોનાં કારણે નવાં નવાં કર્મોને બાંધે છે તથા તેનાં ફળ ભોગવે છે. તેથી આ કર્મોની કુળ દેવાની શક્તિનો વિચાર કરી બુદ્ધિમાન પુરુષ નવાં કર્મોના સંચયને રોકવામાં તથા પુરાણાં કમનો ક્ષય કરવામાં સદા યત્નવાન રહે. રાગ અને પ એ બન્ને કર્મોનાં બીજ છે. કર્મ મોહથી ઉત્પન્ન થાય છે, એમ જ્ઞાનીઓનું કહેવું છે. કર્મ જન્મ-મરણનું મૂળ છે. અને જન્મ-મરણને જ દુ:ખ કહેવામાં આવે છે. જેમ જીવો કર્મથી બંધાય છે, તેમ કર્મથી મુક્ત પણ થાય છે. અને જેમ કર્મના બંધન થી મહાકષ્ટ પામે છે, તેમ કેટલાંક કર્મથી રહિત થતાં દુ:ખનો અંત કરે છે. (ઉત્ત. અ. ૧૪, ગા ૧૯, અ. ૩૩, ગા. ૧૮, સૂ. શ્રુ. ૧, અ. ૨, ૩. ૧, ગા. ૪, ઉ. ૩, ગા. ૧૮, ઉત્ત. અ. ૩૩, ગા. ૨૫, અ. ૩૨, ગા. ૭ -
આપ. સૂ. ૩૪) જન્મ એ દુ:ખ છે, જરા પણ દુઃખ છે, રોગો અને મરણ પણ દુ:ખ જ છે. આખો સંસાર દુ:ખમય છે કે જેમાં પ્રાણીઓ ઘણો ફ્લેશ પામે છે. આ શરીર અનિય છે, અપવિત્ર છે. અશુચિથી ઉત્પન્ન થયેલું છે, તેમાં જીવનો નિવાસ અશાશ્વત છે. વળી તે દુ:ખ અને કલેશોનું ભાજન (પાત્ર) છે. આ દુ:ખ માણસે એકલાએ ભોગવવું પડે છે. આયુષ્ય ક્ષીણ થતાં અકેલોજ ગતિ-આગતિ કરે છે. કોઈ મદદરૂપ થઈ શકતું નથી. માટે વિવેકી પુરુષ ધન, પુત્ર, જ્ઞાતિજનો, સર્વ પ્રકારનો પરિગ્રહ અને આંતરિક વિષાદ છોડી નિરપેક્ષ બને અને સંયમનું અનુષ્ઠાન કરે.
(ઉત્ત. ૧૯, ગા. ૧૨, ૧૫, સુ. શ્ર. અ. ૨, ૩. ૩, ગા. ૧૧). માટે તે પુરુષ ! બંધનથી મુક્ત થવું એ તારા જ હાથમાં છે.
(આ. અ. ૫, . ૨, ગા. ૧૫૦). * જરા અને મરણના વેગથી ઘસડાતા જીવોને માટે ધર્મ બેટરૂપ છે. ટકી રહેવાને સ્થાનરૂપ છે. આધારરૂપ અને ઉત્તમ શરણરૂપ છે. જે જે રાત્રિઓ જાય છે, તે પાછી આવતી નથી. અધર્મ કરનારની રાત્રિઓ નિષ્ફળ જાય છે. ધર્મ કરનારની રાત્રિઓ સફળ થાય છે.
(ઉત્ત. અ. ૨૩, ગા. ૬૮, અ. ૧૪, ગા. ૨૪-૨૫) જન્મ પુનર્જમ
૧૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org