________________
ખવ્યામ પુનર્જન્મમાં તો માનતા નથી, સૃષ્ટિ એમને ગ્લાનીભરી લાગે છે. એ બદલવાની અભીપ્સા છે. કહે છે :
Ah! Love! Could Thou and I with Fate Conspire, To grasp the sorry scheme of things entire, Would not we shatter it to bits and then,
Remould it nearer to Heart's Desire ? અર્થાતુ : આપણે બેઉ ભાગ્ય સાથે કાવત્રુ કરી સૃષ્ટિની સમગ્ર દુખદ યોજનાને સમજી શકીએ, તો તેના ટુકડા કરીને, પછી એમાંથી મનભાવન નવ સર્જન ન રચીએ ? એમીલી ડિકિન્સન એક કાવ્યમાં કહે છે :
Because I could not stop for death, He kindly stopped for me; The carriage held but just ourselves, And immortality
હું મૃત્યુ માટે થોભી ન શકી, પણ મૃત્યુની ઘોડાગાડી મારા માટે થોભી - સૌહાર્દપૂર્વક. અને તેમાં અમે બે અને અમરતા હતાં. છેલ્લે કવયિત્રી કહે છે : સંકાઓ વીતી ગયા, દિવસથી પણ ટૂંકા લાગવા લાગ્યા. મને તો પ્રથમ લાગ્યું કે ઘોડાઓની દિશા - એમના મુખ અનંતતા તરફ હતા!
અધ્યાત્મ લેખિકા મેરી કોરેલીએ The Life Everlasting માં શાશ્વત જીવનની વાત કહી છે. માત્ર શાશ્વત નહિં પણ દિવ્ય. શ્રી અરવિંદના Life Divine જેવું. એણે કહ્યું મૃત્યુ છે જ નહિ There is no death. What seems so is transition - transition into another and better Life. એક વધુ સારી અન્ય સૃષ્ટિમાં પ્રવેશ-પરાવર્તન નો જે ભાસ છે, એને મૃત્યુ સમજી બેઠા છીએ. અત્માની અમરતા શાશ્વતતા ઉપર ઓગે ભાર મૂક્યો.
શ્રીકૃપગે અર્જુનને કહ્યું : “હું અને તું બન્ને જણા અનેક જન્મોમાંથી પસાર થયાં છીએ, તું એ બધા જન્મોને જાણતો નથી, પણ હું એ જાણું છું.'
પુનર્જન્મ વિશે અનેક કવિઓએ પોતાની પ્રેરણા અને અંત: સ્કૂરણાની ક્ષણે લખ્યું છે. શેલી, વર્ડઝવર્થ, ટેનિસન, બ્રાઉનિંગ, રોઝેટી, લોંગફેલો, વ્હાઈટમેન વગેરે નામ ગણાવી શકાય.
ઈવેલીન હોપ નામની ૧૫ વર્ષની બાળાનું જીવન ઓલવાઈ ગયું. રોબર્ટ બ્રાઊનીંગે એ બાળાને સમર્પિત એક કાવ્યમાં ભવિષ્યના, હવે પછીના જીવન વિષે વાત કરી છે. લખ્યું છે :
જન્મ પુનર્જન્મ
૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org