________________
આવ્યા પછી જે વિકાસનો પ્રારંભ થાય છે. ‘હું’ કયાંથી આવ્યો’ એ જિજ્ઞાસુ હૃદયનો સૌથી પ્રથમ પ્રશ્ન છે.
પણ જીવનના દીર્ઘકાળમાં ઘણા મનુષ્યોને પોતાના જીવનના ધ્યેય સંબંધી પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. અને તેઓ જે સ્થિતિ અને સંયોગોમાં મૂકાયા હોય,તે વાતાવરણ જોઈ અન્યનું પ્રાય : અનુસરણ કરી રહ્યાં હોય છે.
જયારે હૃદયમાં સાચી જિજ્ઞાસા જાગે, ત્યારેજ આ પ્રશ્ન ઉદ્ભવે છે. આગળ એ જ સૂત્રના ઉત્તરાર્ધમાં ભગવાને કહ્યું છે : વળી કેટલાક અધિકારી જીવોને કવચિત આ પ્રશ્ન ઉદ્ભવે છે ખરો, પરતું મારો આત્મા પુર્નર્જન્મ પામનારો છે કે નહિ? હું પ્રથમ કોણ હતો? અને અહીંથી મૃત્યુ બાદ પરભવમાં - જન્માંતરમાં હું કોણ થઈશ - હુ કયાં જઈશ, તેનું યથાર્થ જ્ઞાન હોતું નથી.’’
વસ્તુત: જન્મ, જરા કે મરણ એ આત્માના ધર્મ જ નથી. આત્મા નિત્ય, અખંડ અને જયોતિર્મય છે. છતાં કર્મસંસંગથી જડરૂપ કર્મોના ધર્મોની આત્મા પર પણ અસર થયા વિના રહેતી નથી. અને તેથી કર્મસંગી ચૈતન્યને જન્મ - મરણાદિ ધર્મોમાં યોજાવું પડે છે. જો કર્મ છે, તો કર્મના પરિણામારૂપ પુનર્ભવ
છે જ.
વિશ્વ અને અત્માનો શો સંબંધ છે ? અવું સંબંધભાન થયા પછી, જીવાત્મા શાથી ઉત્પન્ન થાય છે ? આત્માના જન્મ - મરણનું કારણ શું છે ? તે જાણવાની જિજ્ઞાસા જાગે છે, ત્યારબાદ, પૂર્વકાળની પરિસ્થિતિ જાણવાની પ્રેરણા મળે છે, અને પછી ભવિષ્યનો વિચાર આવે છે. તે આવતાં ભવિષ્યકાળના કારણરૂપ વર્તમાનકાલીન પ્રવૃત્તિની શુદ્ધિ પર લક્ષ જાય છે. આ રીતે આ ચાર પ્રશ્નો પછી વિકાસ માર્ગમાં સ્થિરતા આવે છે.
સ્વરૂપ પ્રાપ્તિને માટે કે શાંતિને માટે આવા જ્ઞાનની પરમ આવશ્યકતા છે. તે જ્ઞાન વિના બધો પ્રયત્ન અને પુરુષાર્થ પંગુ જેવો છે. તે જ્ઞાન શાથી પ્રાપ્ત થાય ? તેના પ્રત્યુત્તરમાં આચારાંગમા ભગવાન શ્રી મહાવીરે ભાખ્યું છે : (૧) પોતાની મેળે - જાતિસ્મરણ જ્ઞાન કે પૂર્વ - ભવોનાં સ્મરણથી (૨) બીજા જ્ઞાની તીર્થંકર કે કેવળી પુરુષોના વચનોથી કે (૩) ઉપદેશકો દ્વારા સાંભળવાથી આવું જ્ઞાન થઈ શકે છે કે હું સર્વ દિશાઓ પૈકી કયાંથી આવ્યો છું?
જાતિસ્મરણ જ્ઞાન એ મતિજ્ઞાનનો એક ભેદ છે. માનસિંક મૂઢતા દૂર થવાથી અને ચિંતનશક્તિ ખીલવાથી જાતિસ્મરણ જ્ઞાન ઉપ્તન્ન થાય છે, એ રીતે સ્વાભાવિક અથવા અન્ય નિમિત્ત દ્વારા પણ એ જ્ઞાન થાય છે.
જન્મ પુનર્જન્મ,
Jain Education International
For Private & Personal Use Only
૧૦૭
www.jainelibrary.org