________________
I,
Why ?
અધ્યાત્મવિધા એ આ કાવ્યમાં વ્યકત થતી ! ને પામવાની ઝંખનાનો ચેતોવિસ્તાર છે. અસ્તિત્વના મૂળ પામવાનું કાવ્ય. અમૃતસ્યપુત્રા:- માણસે સતત ખોજ કરવી જોઈએ, - માનવ ગરિમા એમાં જ સમાયેલી છે.
જેણે જાણ્યો આત્મા તેણે જાણ્યું સર્વ.
નિગ્રંથ પ્રવચન.
એકને જાણ્યું, તેણે સર્વ જાગ્યું, જેણે સર્વ જાણ્યું તેણે એકને જાણ્યું. એક આત્મા જયારે જાણવા માટે પ્રયત્ન કરશે, ત્યારે સર્વ જાગ્યાનો પ્રયત્ન થશે. અને સર્વ જાગ્યાનો પ્રયત્ન એક આત્મા જાણવા માટે છે. કારણ એ જ વ્યાપક છે, જે બધું સમાવી શકે છે. અને એજ વ્યાપિત છે, જે બધામાં સમાઇ શકે છે.
That Knowing which everything becomes known;
Knowing that, after which nothing remains to be known.
જે જાણવાથી બધું જણાય છે, જે જાણ્યા પછી કશું જાણવાપણું શેષ રહે. તું નથી.
.
સર્વ જીવનું પરમાત્માપણું છે. આપ્પા સો પરમપ્પા. ઈશ્વર માનવીની અંદર નિહિત છે.
Jain Education International
-
જૈન જેને સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે.
ખલિલ જિબ્રાને સરસે રીતે કહ્યું છે: એક જ સમય એવો છે, જયારે હું નિરુત્તર થઈ જાઉં છું, ત્યારે મને પૂછવામાં આવે છે, ‘તું કોણ છે ?’
Who can answer my question? I ask about that which is in me. I seek to be in informed about myself.
અઢીસો વર્ષ પહેલાં સંત દરિયા થઈ ગયા. એ નામના બે સંતો. એક મારવાડના, બીજા બિહારના, બિહારવાળા દરિયાસાહેબે લખ્યું છે: દરિયા દેખી જો કહે, સો દિયે પરમાન હું દેખેલી વાત કહું છું. એને જ પ્રમાણ માનજો. સંત કહે છે : વિહંગમ્ કૌન દિશા ઉડિ જે હો નામ બિહૂના સો પરહીના ભરમિ ભરમિ ભૌ રહિ હો.
હે પંખી તું કઈ દિશાંમા ઉડીને જશે તેનો ખ્યાલ છે ખરો ? પંખી એટલે આત્મા. નામનો જો યોગ ન થયો હોય, તો એને પાંખ જ ફૂટી નથી. પ્રભુના યોગ વિના પાંખ કયાંથી ફૂટે? પાંખ વગર ઉડવાની કોશિષ થાય, તો શા હાલ થાય ? આપણે સૌ કયાં જવું તે જાણતા નથી. જાણતા હોઈએ તો નામ સાથે
જન્મ પુનર્જન્મ
૧૦૫
For Private & Personal Use Only
www.jainelibrary.org