________________
કર્યું. મુખ્યત્વે. ૧. મૃત પામેલા કે મૃત માની લીધેલા માણસો Resusticate પુનર્જીવિત થઈ જીવતા થઈ મૃતદશા દરમ્યાન જે પોતાના અનુભવો વર્ણવલ. ૨. અકસ્માત કે ગંભીર ઈજારો વિગેરેથી કે ગંભીર માંદગીથી મૃત્યુની અત્યંત નજીક આવી ગયેલા માણસોના અનુભવ ૩. મરતાં માણસોના અનુભવો જે એમણે હાજર રહેલાઓને વર્ણવ્યા હોય, અને એવા માણસોએ લેખકને એ અનુભવોની વાત કહેલ હોય. આવા બધા જીવોના અનુભવો લગભગ સરખા નીવડ્યાં છે. ' - એક કિસ્સામાં પત્નીના મૃત્યુથી અત્યંત વિષાદમય અવસ્થામાં પતિએ આત્મહત્યા કરી. એને ઉપયોથી સિસ્ટીકેટ કરવામાં આવ્યો. વચ્ચેના ગાળાની વાત કરતાં એ કહે છે જ્યાં મારી પત્ની હતી, ત્યાં હું ગયો નહિં. હું એક ભયાનક જગામાં જઈ ચડયો. મને તરત ખ્યાલ આપ્યો કે મેં કેટલી ભયંકર ભૂલ કરી.' - મૃત્યુ પછીની યાત્રા - પ્રદેશ - વર્ણન વગેરે હકીકતોથી આ પુસ્તક સમૃદ્ધ
છેલ્વે ડૉ મૂડીએ લખ્યું છે કે કોઈ નિશ્ચિત સાબિતી, પુરાવા આપી શકતો નથી. કોઈ નિર્ણય આપી શકતો નથી. છતાં હું માનું છું કે મૃત્યુના સ્વરૂપ વિષે જેટલો પ્રકાશ પાડી શકાય તેટલો લાભદાયક નીવડશે. આપણે મૃત્યુ વિષે યથાર્થ રીતે જાણીએ તો આપણે જે રીતે જીવીએ છીએ તેમાં મહત્વના ફેરફારો થઈ જાય. મૃત્યુ પછી શું છે, તેની ઝાંખી મેળવ્યા વગર જીવનને પૂર્ણરૂપેણ સમજી શકાતું નથી.
કોઈ પણ પૂર્વ અનુમાન કે પૂર્વગ્રહ વગર વૈજ્ઞાનિક તાટથી આ પુસ્તક આલેખાયું છે.
Near Death Experience NDE ના વિષયમાં ડૉ વિલ્ડર પેનફિલ્ડ, ડૉ મેલ્વીન, પૉલ ઘેરી વગેરેએ સેંકડો બાળકોનાં કિસ્સાઓમાં સંશોધન કર્યું છે. કોમા જેવી અવસ્થામાં પણ દાકતરોના ઉપચારો શરીર ઉપર તરતો આત્મા જોઈ શકે છે, એવા ઉલ્લેખ છે.
ડૉ મેલ્વીન લખે છે : આવી ઘટનાઓથી મૃત્યુ પછી જીવન છે એ ચોક્કસ પણે હું નથી કહી શકતો. પણ જે ચેતનાને શરીરથી જુદું ન માનીએ, તો આવી ઘટનાઓનો ખુલાસો અશક્ય બની જાય. (Children of Light - Reader's Digest August 1992).
અંગેજ કવિ શેલીએ Adonais માં સુંદર વાત કહી છે, શેલી તો પુનર્જન્મમાં માનતો હતો.
The One remains, Many Change and pass. Heaven's light forever shines; Earth's shadows fly Life like a dome of many colored glass, Stains the white radiance of eternity.
સૂફી કવિ જલ્લાલુદ્દીન રૂમીએ ‘મસનવી' દીર્ઘ કાવ્યની રચના કરી છે. તે : જન્મ પુનર્જન્મ
' ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org