________________
સુશિક્ષિત છોકરીએ આપઘાત કરવાની કોશિષ કરી. બચી ગઈ. એ અગાઉ જે પત્ર ઓણે લખ્યો હતો, તે આ જ વાતને સમર્થન આપે છે. લખ્યું છે :
‘મને સતત એક લાગણી થયા કરે છે કે આ દુનિયા ઉપરાંત વધુ સારી સુષ્ટિ કયાંક છે, હું એ અજ્ઞાત સૃષ્ટિ તરફ ખેંચાતી જાઉ છું - જાણે ત્યાથી મને કોઈ બોલાવી રહ્યું છે. હું બેચેન થઈ જાઉં છું, આ ધરતીના બંધન તોડી હું મુક્ત થવા ઈચ્છે છે. એને કાયરતા પણ ગણવામાં આવે - અહિંના ધોરણ મુજબ. હું આ ધરતી માટે સર્જાઈ નથી એવું અગાઉ પણ મેં કહ્યું છે. આ ધરતી છોડવાનો નિર્ણય કર્યો ત્યારથી હું ખૂબ પ્રસન્ન છે. અધીર છે, કે ક્યારે મુક્ત પંખીની જેમ ઉડી શકું. હવે જે સમય જાય છે, તે વધારાનો છે. Extra
bit.
| મારો પ્રવાસ એ પ્રદેશ તરફ છે, જે પ્રદેશ અહિં જેવો નથી. હું કહી શકું કે તે પ્રદેશ અતિ સુંદર છે; નેહભર્યો છે. ત્યાં કોઈ પીડા કે યાતના નથી. બધું સોનેરી છે. હું જાણું છું કે આ જગતથી છૂટકારો મેળવવો પીડાપૂર્ણ હોય, મુશકેલ હોય. પાણ તમે નહિ માનો કે મને જરા પણ ડર નથી. મારામાં ક્યાંથી શક્તિ આવે છે, એ ખબર નથી. પણ પ્રવાસનો વિચાર માત્ર મને આનંદ આપે છે. અહિં જ રહેવાનું મને કોઈ સમજાવી શકે એમ નથી. હું કોઈને દોષ આપતી નથી.
હું ફરી જન્મ ધારણ કરીશ! બહુ શાંત ચિત્તે સારા અક્ષરે અંગ્રેજીમાં પત્ર લખાયેલ છે.
કવિ ટિકેલે લખ્યું છે : I hear a voice you cannot hear, I see and you can not see which beakons me away.
ખ્રિસ્તી ધર્મ પરંપરા અનુસાર યુવક - યુવતીના ગિરજાઘરમાં લગ્ન થાય છે, ત્યારે પાદરી એમને શપથ લેવડાવે છે. જેમાં બેઉને આ સંસારમાં સુખમાં, દુ:ખમાં, નિરોગી કે રંગઅવસ્થામાં એકમેકનો સાથ સહકાર આપવાની અને સાયુજ્યથી રહેવાની શપથ હોય છે. અને તે કયાં સુધી ?
Til death do us part જ્યાં સુધી મૃત્યુ આપણાને છૂટાં પાડે, ત્યાં સુધીની હોય છે. કારણ કે ખ્રિસ્તીઓમાં પુનર્જન્મની માન્યતા નથી. ચિત્રપટોનાં નામ પણ 'Love till Death' જેવા જ હોય છે.
- જ્યારે ભારતીય સંસ્કૃતિ - વિચાર પરંપરા અનુસાર આપણે લગ્નના બંધનને ભવોભવનાં - જન્મોજન્માંતરના બંધન માનીએ છીએ. આવતા ભવે પણ આ જ પતિ મળે એવું વ્રત પણ ધારણ કરીએ છીએ.
મૃત્યુ માત્રથી કોઈ જીવનધારા અટકતી નથી. એનું સાતત્ય સતત જળવાઈ રહે છે
ડૉ. રેમંડ મુડીએ Life after Life જીવન પછીનું જીવન ૧૨ વર્ષના વૈજ્ઞાનિક સંશોધન અને પરીક્ષણ બાદ લખ્યું. જેને અંતર્ગત દોઢસો જેટલા કિસ્સાઓનું સર્વેક્ષણ
જન્મ પુનર્જન્મ
૧૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org