________________
એની કાયા પર રક્તામ્બર નીવીબધથી બાંધેલું. એના ચરણોમાં આછો આછો નૂપુરનો ઝંકાર, વસન્તના એ દિવસે હું ખૂબ દૂર સુધી રખડ્યો હતો.'
આગળ જતાં કવિ કહે છે : “મને જોઈને પ્રિયા ધીમેથી દીપને બારણા, આગળ હેઠો મૂકી મારી સામે આવી - મારા હાથમાં હાથ રાખીને નીરવ કરૂણ. દષ્ટિએ માત્ર પૂછયું : “હે સખા, કુશળ તો છે ને?' એના મુખભણી જોઈ. હું બોલવા ગયો પણ હોઠે શબ્દ આવ્યા નહિ. એ ભાષા હું ભૂલી ગયો હતો.
અમે બંનેએ બંનેનાં નામને ખૂબ યાદ કરી જોયાં, પણ કશું યાદ આવ્યું નહિ. • અમે બંને એકબીજા ભણી મીટ માંડીને જોતાં વિચારે ચઢી ગયાં. અમારા અપલક નયનોમાંથી ઝરઝર આંસુ સર્વે ગયાં.
આંગણામાં વૃક્ષની નીચે અમે બેઉ કોણ જાણે શું શું વિચારતાં ક્યાં સુધી ઉભાં રહ્યાં. એનો સુકોમળ હાથ, સાંજ વેળાએ માળામાં પાછાં ફરતાં પંખીની જેમ, મારા જમણા હાથમાં આવીને લપાઈ ગયો. એનું મુખ, નમી પડેલી દાંડીવાળા પદ્મની જેમ ધીમેથી મારી છાતી પર ઝૂકી પડયું, વ્યાકળ, ઉદાસ નિ:શ્વાસ આવીને નિ:શ્વાસ સાથે નિ:શબ્દ મળી ગયો. રાત્રિના અંધકારે ઉજયિનીને એકાકાર કરી લુપ્ત કરી દીધી. બારણા આગળનો દીપ પવનની ઝાપટથી કોણ જાણે ક્યારે ઓલવાઈ ગયો. શિપ્રા નદીને તીરે શિવના મંદિરમાં આરતી થંભી ગઈ...!
કવિની પૂર્વજનમની પ્રિયા સાથેના મિલનનું અદ્ભુત આલેખન કવિએ કર્યું છે.
“મૃત્યુંજય' કાવ્યમાં કવિ કહે છે : - દૂરથી મેં મનમાં ધાર્યું હતું કે તું દુર્જય અને નિર્દય છે. તારા શાસનથી પૃથ્વી કંપે છે. તું વિભીષિકારૂપ છે. દુ:ખીની વિદીર્ણ છાતીમાં તારી લપલપતી જવાળાઓ જલે છે. જમણા હાથનું શલ્ય ઝંઝાવાતના મેઘ તરફ ઉંચુ થયું છે. ત્યાંથી વજને ખેંચી લાવે છે. બીતાં બીતો ધડકતી છાતીએ તારી સામે આવ્યો હતો. પંજર કંપી ઉઠયું. છાતીએ હાથ દાબીને મેં પૂછયું : “બીજું પણ કંઈ છે ખરું? છેવટનો વજપાત બાકી છે?'' આઘાત ઉતર્યો.
આટલું જ? બીજું કશું નહિ? ક્યું ભાંગી ગયો. જ્યારે તારું વજ ઉગામેલું હતું ત્યારે મેં તને મારા કરતાં મોટો ગણી લીધો હતો. તારા આઘાતની સાથે તું ઉતરી આવ્યો - જ્યાં મારી પોતાની ભૂમિ છે. આજે તું નાનો થઈ ગયો છે. મારી બધી શરમ તૂટી ગઈ છે. ગમે તેવો હોય (તોય) તું કંઈ મૃત્યુથી મોટો નથી. હું મૃત્યુ કરતાં મોટો છું” (આમિ મૃત્યુ ચેયે બડો) એ છેવટનું વચન ઉચ્ચારીને હું ચાલ્યો જઈશ. જન્મ પુનર્જન્મ
૯૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org