________________
કાગળ પર ઉતારે, જે સરખી જ હોય! હજારો બાળકો પરના પ્રયોગોને અંતે ડૉ. સ્ત્રીનેલીએ તારવ્યું કે નાની વયમાં ટેલીપથીની શક્તિ મોટા પ્રમાણમાં હોય છે. ઉંમર વધે એમ સજાગતા આવે અને શક્તિ મંદ પડતી જાય !
બ્રિટનના લોકપ્રિય ટી. વી. કોમેડીયન માઈકલ બેન્ટાઈન પણ આવી શક્તિ ઉપરાંત ભાવિ ઘટનાઓ જાણી શકતા. અમેરિકાની એલચીખાતાનાં કર્મચારીઓ ઈરાનમાં બાન પકડાયાં હતાં, ત્યારે માઈકલ સ્પેનની સફરે હતા. એમને અચાનક આભાસ થયો કે તેમને બચાવવાનો પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યો છે. તેમણે તરત બ્રિટનના એમ. પી. ને સંદેશો મોકલાવ્યો... બીજે દિવસે સવારે જ નિષ્ફળ પ્રયાસની કરુણ કથા અખબારોમાં ચમકી... ! વિચારોના આદાન પ્રદાનના વ્યાપકરૂપના સફળ પ્રયોગો માઈકલે કર્યા છે.
કહેવાય છે કે રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદ ટેલીપથી દ્વારા સંપર્કમાં રહેતા !
આઝાદી પહેલાંની ઘટના છે. એક ભાઈ આર. એસ. શર્માએ શ્રી અરવિંદની મુલાકાત માગી. શ્રી અરવિંદને અંદરથી આંદોલનો આવ્યાં કે મુલાકાત આપવામાં જોખમ છે. શ્રી અરવિંદે મળવાનો ઈન્કાર કરી દીધો. પેલા ભાઈ મળ્યા વગર ચાલી ગયા. પાછળથી ખબર પડી કે એ મુલાકાતી બ્રિટીશ જાસૂસ હતો. થોડા સમય બાદ અંગ્રેજ સરકારે આર. એસ. શર્માને નાઈટહૂડથી ‘સર' બનાવી નવાજ્યો !
વિયેનાના અદ્ભુત માનવી : ડૉક્ટર લેન્સગ્નર
વેન્કુવેર શહેરમાં લાખોની ઝવેરાતની લૂંટનો કેસ મહિનાઓથી વણઉકેલ્યો પોલીસને દફતરે હવા ખાતો પડયો હતો... શકમંદોની ધરપકડ કરવા છતાં પોલીસને કોઈ કડી મળતી ન હતી. અખબારોમાં રોજ પોલીસતંત્ર પર માછલાં ધોવાતાં. પોલીસ ફોજ ગળા સુધી આવી ગઈ હતી.
અને એક વહેલી સવારે ડૉક્ટર લેન્સચર પોલીસ સ્ટેશને આવી પહોંચ્યા... સીધા પોલીસ વડાની કેબિનમાં પ્રવેશ્યા. હસ્તધૂનન કરી, પોતાનો પરિચય આપી લૂંટના કેસમાં મદદરૂપ થવાની તત્પરતા દર્શાવી... વડાએ લૂંટ - કેસની ફાઈલ ધરી દીધી.
“મને ફાઈલ નથી જોઈતી. માત્ર શકમંદોની કોટડીમાં મને અડધો અડધો કલાક બેસવાની રજા આપો.''
“અડધો કલાક શા માટે? બે કલાક બેસો. અને જે પૂછપરછ કરવી હોય તે કરો...'' પોલીસ વડાએ ઉત્સાહપૂર્વક કહ્યું.
ફૂલ ચાર શકમંદો પકડાયાં હતાં. ત્રીજા શકમંદની કોટડીમાંથી બહાર આવી
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
૭૦
www.jainelibrary.org