________________
is waiting for Thee at the end of Thy Journey.' | ‘વસ્તુઓ - પદાર્થોનો પ્રારંભ અને અંત એ આપણા અનુભવગત પારંપારિક શબ્દ - સંજ્ઞાઓ છે. વાસ્તવમાં યથાર્થરૂપે તો આ પરિભાષા નિરર્થક છે. કશાનો નથી પ્રારંભ, નથી અંત.'
કર્મ અને પુનર્જન્મ ભારતવાસીને નિરાશ નથી બનાવતા. કર્મ અને પુનર્જનમની યંત્રણા તેમને અપ્રતિમ સાહસ અને આત્મવિશ્વાસ - આત્મનિર્ભરતા અર્પે છે. માનવી પોતે જ પોતાની નિયતિ ઘડે છે. નિર્માણ કરે છે. ભારતીય જીવનરીતિમાં માનવીને વિચારવાની - ચિંતન કરવાની અને પુરુષાર્થ કરવાની એટલી બધી સ્વતંત્રતા, સ્વાધીનતા આપેલી છે, તેવી યંત્રણા અન્ય કોઈ દર્શન - ધારામાં જોવા મળતી નથી. જો આવી સ્વાધીનતાનો ઈન્કાર કરવામાં આવે તો નૈતિક વિભાવના અશક્ય બની જાય.
યોગ સાધના કોઈ ઉભી કરેલી વ્યવસ્થા નથી. એ અનુભવનો વિકાસ છે. માણસે અનુભૂતિથી વિકાસ સાધવો જોઈએ. - ઈન્ગલેંડના રાષ્ટ્રકવિ - Poet Laureate લૉર્ડ આફ્રેડ ટેનીસનની જીવનસંધ્યા નજીક આવી રહી હતી. (૧૮૦૯-૧૮૯૨) સમય ઝડપથી વીતતો હતો. ટેનીસન આ વાત સુપેરે જાણતા હતા. પણ એમનાં ચિત્તમાં ભય કે ખેદનું નામોનિશાન ન હતું. એમના માટે મૃત્યુ એ અંત ન હતો, પણ પ્રારંભ હતો. મૃત્યુથી કોઈ છેવટનો પડદો મંચ પર નહોતો પડતો. માત્ર રંગમંચ પરનું દશ્ય બદલાતું હતું The Transition to another and perhaps an infinitely 'better life. અનંતગણા ઉત્કૃષ્ટ જીવનમાં સહજ પ્રવેશ.
મૃત્યુને જ્યારે આવવું હોય, ત્યારે આવે. હું ભેટ બાંધી તેયાર બેઠો છું. મારી અગાઉ ગયેલા જીગરના ભાઈબંધો, સૌહાર્દપૂર્ણ મિત્રનો મળવા હુ ઝંખી રહ્યો છું.’ ટેનીસન વિચારતા. “Death be not proud' મૃત્યુ તું ફૂલઈશ મા... જહોન ડનની (૧૫૭૨-૧૬૩૧) triumphant - વિજયી પંક્તિઓ એ હૈયામાં વારંવાર દોહરાવતા. Death be not proud. A short sleep and I will wake again in eternity, a short voyage and I will meet my Maker Face to Face -
એક નાનકડું ઝાકું, અને શાશ્વતીમાં મારી આંખ ખુલશે - નાનકડી મુસાફરી અને હું મારા સૃષ્ટિકર્તાને, મારા સર્જકને મુખોનુખ મળીશ.
લોર્ડ ટેનીસન તો આત્મજ્ઞાની અને સંયમી પુરુષ હતા, આ સમયે એમણે અભુત કવિતા રચી. Crossing the Bar - જીવનસમુદ્ર પાર કરે ત્યારે...
જન્મ પુનર્જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org