________________
મહર્ષિ નારદે વર્ષો પહેલાં આ જ વાત કહી હતી.
મૃત્યુ માનવીને અંત નથી. જીવનધારા વહેતી જાય છે. કોઈ અન્ય સૃષ્ટિમાં ફરી સ્વજનો સાથે મેળાપ થશે. પુનર્જન્મની આટલી વિશ્વાસભરી વાત પશ્ચિમમાં કોઈએ રોબર્ટ જેટલી નિર્ભિકતાથી કહી ન હતી.
સૃષ્ટિ - ધરતી બદલાઈ જાય છે, પણ આત્મા અને પરમાત્મા શાશ્વત છે. બેન અકરાની વાત રોબર્ટે અદ્ભુત રીતે કહી. ઘણાને માટે આ હકીકત જ અપૂર્વ સમાધાનકારી, આશ્વાસનરૂપ નીવડી.
૧૮૬૪ માં પ્રગટ થયેલ 'Dramatis Presonae' નામના કાવ્યસંગ્રહમાં રોબર્ટે બેન અઝરાને યથોચિત રજૂ કર્યા. લાખો લોકો આજે પણ રોબર્ટના કાવ્યથી અભિભૂત છે.
આ કાવ્ય વાંચ્યા પછી Antiplanes લખે છે :
‘વિદાય લીધેલા મિત્રો માટે વધારે પડતો શોક ન કરતા. એમણે પોતાની યાત્રા પૂરી કરી છે, જે આપણા સૌને માટે પણ નિહિત છે. આપણે સૌએ એ સ્થળ - સૃષ્ટિ પર જવાનું છે જ્યાં, એ બધા ભેગાં થયા છે, અને એમની સાથે પણ રહેવાનું છે.'' Live together in another State of Being.
એલિઝાબેથની અભૂત પંક્તિઓ છે :
I love thee with the breath, Smiles and tears of all my life;
And if God choose, I shall but love thee better after death!" - રોબર્ટની બાજુમાં જ્યારે એલિઝાબેથ છેલ્લા શ્વાસ લઈ રહી હતી, ત્યારે એ પંક્તિઓ રોબર્ટના ચિત્તમાં ઘૂમરાતી હતી.
મારા જીવનના સમસ્ત - તમામ શ્વાસ, સ્મિત અને આંસુઓથી તને ચાહું છે. અને ઈશ્વર કરે, તો મૃત્યુ પછી તને વધારે સારી રીતે ચાહીશ!
રોબર્ટી એલિઝાબેથને અર્પેલી કાવ્યાંજલિ અંગ્રેજી સાહિત્યમાં બેનમૂન છે. સાહિત્યકાર જેમ્સ ડ્રમોન્ડ બન્નેના છેલ્લા શબ્દો હતા :
I have been dying for twenty years. Now I am going to live. અર્થાત્ વીસ વર્ષથી હું મરી રહ્યો હતો, હવે હું જીવીશ”! - વિકટર હ્યુગો પુનર્જન્મમાં માનતા. છેલ્લે એમણે કહ્યું: ‘એક સાદી છતાં . અભુત અનુભૂતિ છે. હું જેમ અંતની નજીક આવતો જાઉં છું, તેમ સ્પષ્ટપણે અન્ય સુષ્ટિની અમર સુરાવલિ સંભળાય છે, જેમને નિમંત્રી રહી છે.”
- જહોન ગંથરે પોતાના દીકરાની અસાધ્ય માંદગીમાં પળ પળ વિલય થતો જોયો, પણ ભારે હિંમતથી ખમી લીધું. એની વીતકકથા એણે પુસ્તકમાં આલેખી છે. જેનું શીર્ષક આપ્યું છે : “Death be not proud!” પિતા - પુત્રના અન્વયની જન્મ પુનર્જન્મ
૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org