Book Title: Janma Punarjanma
Author(s): Nemchand Gala
Publisher: Shantaben Nemchand Gala

View full book text
Previous | Next

Page 97
________________ કહી શકું એમ નથી. મારૂ જીવનકાર્ય ફરી પાછું આવતા દિવસની પ્રભાતે શરૂ થશે. કબર એ કોઈ આંધળી ભિંત પર સમાપ્ત થતી ગલી નથી. એ તો રાહદારીનો રસ્તો છે. જે ગોરજ ટાણે બંધ થાય છે. અને સૂર્યોદય થતાં ઉઘડે છે.' અંગ્રેજ કવિ રોબર્ટ બ્રાઉનિંગ (૧૮૧૨-૧૮૮૯) અને કવિમિત્ર એલિઝાબેથ બેરેટનો કાવ્યના અનુબંધથી પ્રારંભ થયેલો પ્રણય અત્યંત રોમાંચક, રોચક અને સાહિત્ય જગતમાં અભિનવ અને લોકપ્રિય છે. બેઉ વચ્ચેનો કાવ્ય - સંવાદ સાહિત્યસૃષ્ટિની અણમોલ સંપદા છે. એલિઝાબેથ, રોબર્ટ કરતાં ઉંમરમાં મોટી. પ્રકૃતિ નાજુક. બેઉનું દાંપત્યજીવન માત્ર પંદર વર્ષનું રહ્યું. એલિઝાબેથના અવસાનથી રોબર્ટને જે આઘાત પહોંચ્યો, એની કળ વળતાં વર્ષો લાગી ગયાં. એનું કાવ્ય સર્જન ઠપ થઈ ગયું. એને કળ વળી, ત્યારે નવી દષ્ટિ અને શ્રદ્ધા પ્રાપ્ત થયાં. અને એક અનુપમ કાવ્ય એની કલમમાંથી સર્યું. Prospice' અર્થાત્ Look Forward, એની ઉઘડતી પંક્તિઓ છે. 'Fear Death?’ મૃત્યુનો ડર?નહિ. મૃત્યુને સહર્ષ સ્વીકારવાની વાત આવી. અંતે તો મારો વિજય જ છે, રોબર્ટે કહ્યું. છેલ્લે તો મારો એની સાથે મેળાપ થશે જ. અંતિમ પંક્તિઓ છે : 'The soul of my soul; I shall clasp thee again!" $2l į HIZI બાહુમાં હોઈશ. હું એ પળની વાટ જોઈને બેઠો છું, Look Forward. મૃત્યુ તો મંગલમય ઘટના હશે કે મારી પ્રિયતમા સાથે મારો મેળાપ થશે. આ કાવ્યનો દેશવ્યાપી પ્રભાવ પડ્યો. અનેક હતાશ લોકોને શ્રદ્ધા અને હિંમત મળ્યા. પત્રોને ઢગલો રોબર્ટને ત્યાં ઠલવાતો. મૃત્યુથી કશાનો અંત આવતો નથી. મૃત્યુ પછી પણ જીવન છે એવી શ્રદ્ધાનો લોકોમાં ઉદ્ભવ થયો. શ્રદ્ધા દઢ થઈ. એ જ અરસામાં ૧૨ મી સદીમાં થઈ ગયેલા સ્પેનના કવિ રબી અબ્રાહમ બેન મીર બેન અઝરાનાં કાવ્યો અને પ્રભાવિત કરી ગયાં. એની હતાશા હળવી થઈ ગઈ. ૩૨ કડીઓનું કાવ્ય રચ્યું. જેમાં એણે બેન અઝરાનું ચિંતન ગૂંથી લીધું. શ્રદ્ધા, હિંમત અને પુરૂષાર્થનું કાવ્ય, મૃત્યુથી-ઘડપણથી અન્ય બનાવતું કાવ્ય. બેન અઝરા કહેતાં : 'Approach the twilight of life with joy and hope. Apporoach the last of life with eagerness, not gloom. For the last of life is the best of life. Trust God and be not afraid. રોબર્ટે પોતાના રચેલ કાવ્યમાં લખ્યું : Grow old along with me! The best is yet to come. The last of life for which the first was made... જન્મ પુનર્જન્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170