________________
ઊંડી સૂઝ અને દષ્ટિ આમાં છે, ઉપરાંત મૃત્યુને પડકાર!
કસમયે ઘણા માબાપને પુત્રનો વિયોગ થાય છે. કવિએ સરસ પંક્તિઓ લખી છે, જે આશ્વાસનરૂપ એટલા માટે થાય છે કે પુનર્જન્મમાં કોઈ સ્થળે ફરી મેળાપની આશા છે.
If somewhere else there is another dawn, if somewhere else your child lives again, surely it's life will be as good as ours, so be comforted. Take up your daily lives. Help each other. Hope that someday you will konw and love again the child you loved here.
અર્થાતુ: જો બીજે ક્યાં નવો સૂરજ ઉગતો હોય, જે બીજે ક્યાં એનો પુનર્જન્મ હોય, તો એનું જીવન આપણા જીવન જેવું જ સુંદર હશે. એટલે સ્વસ્થ થા. તારું રોજિંદુ કાર્ય કરતો જા. અન્યોને મદદરૂપ થા. આશા રાખ કે કોઈક દિવસ ફરી તારા પુત્રનો મેળાપ થશે અને ફરી અહીંયા જેટલું હેત એના પર વરસાવ્યું એટલું જ હેત વરસાવી શકશે.
આર્જેન્ટીનાના ક્રાંતિવાદી નેતા અને સાહિત્યકાર ડૉ. ચે. ગુએરવાર (૧૯૨૮-૧૯૬૧) એ પોતાના બાળકોને છેલ્લો પત્ર લખ્યો જેમાં છેલ્લે લખ્યું:
મારાં બાળકો, આ તમને છેલ્લી વિદાય. તમને મળવાની હજૂ પણ હું આશા રાખું છે” સમગ્ર પત્ર અભુત અને લોકપ્રિય છે.
અગાઉ પુનર્જન્મના સંદર્મભાં મૃત્યુ પછીનું જીવન Life after death એવો શબ્દપ્રબંધ થતો. આજે પશ્ચિમમાં પણ અભિગમ બદલાયો છે અને હવે તેના બદલે Life after Life જીવન પછીનું જીવન. એવો શબ્દપ્રયોગ પ્રચલિત છે. મૃત્યુ જેવું કશું છે જ નહિ. જીવન સતત વહે છે. માત્ર સ્થળ - સૃષ્ટિ બદલાય છે.
ક્ષણની શાશ્વતી :
પુનર્જન્મમાં શ્રદ્ધા ધરાવનાર મહાન ચિંતક - કવિ વિલિયમ બ્લેક Auguries of Innocence માં કહે છે : To see a world in a grain of sand, નિહાળવાં રેતીનાં કારમાં બ્રહ્માંડ, And Heaven in a wild Flower; અને વગડાનાં ફલમાં સ્વર્ગ; Hold inifinity in the Palm of your Hand, રમાડવી અનંતાને હથેલીમાં, And Eternity in an Hour. જાળવવી શાશ્વતી ક્ષણોમા.
કવિ આગળ કહે છે કે, જે શિશુ જેવી શ્રદ્ધા ઉછેરે છે, તે, સ્વર્ગ અને નરક બેઉ પર વિજય પ્રાપ્ત કરે છે. એને ઈશ્વર દર્શન દે છે. અને ઈશ્વર પ્રકાશ
જીવન ક્ષણિક હશે, પણ તેની હર ક્ષણ અમૃત ભરી છે, અને અનંતતાની જન્મ પુનર્જન્મ ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org