________________
અનેક ધર્મોનો ઉલ્લેખ કરતાં આત્માના પુન:અવતારની વાત કરતાં કહે છે કે, જન્મજન્માંતર સુધી પેઢી દર પેઢી આત્મા પુન:અવતાર ધારણ કરે છે; આત્મા ઈશ્વર સમ થાય ત્યાં સુધી વધુમાં વધુ પૂર્ણ અવતારની ખોજમાં જન્મ ધારણ કરે છે. ઋષિ કહે છે : The spirits move from place to place in their quest for perfection, atoning in the present for sins committed in the past and reaping in one existence what they had sown in another
પિના મુખે Transmigration of soul ની વાત જિબ્રાને ભારતીય દર્શનોની શૈલીમાં અદ્ભુત રીતે કહી છે. વળી એ ઋષિ ભારતનાં છે!
જિબ્રાનનું જીવનસ્વપ્ન છે એક મહાન પ્રવાસીનું. એ મહાન પ્રવાસનો પંથ ધરતીથી આકાશ સુધી, આકાશ થી અનંતતા સુધીનો છે. કલાપીના શબ્દોમાં કહીએ તો એને વારંવાર લાગે છે :
હું જે અનંત યુગનો તરનાર યોગી,
અનંત યુગો હજી એ જનારો. એ અનંતયુગનો પ્રવાસ - એ જિબ્રાનનું જીવનસ્વપ્ન છે. એ સ્વપ્ન પાસે બધી જ દુન્યવી સમૃદ્ધિ, ધૂળ જેટલી પણ કીમતી નથી. - રાત્રિના અંધકારનું મૃત્યુ છે; જીવનમાં પ્રકાશ. એ જીવનનું મૃત્યુ છે, જે જીવન અંધ છે, અજ્ઞાન છે, ગુલામીભર્યું છે. અહંતા ભર્યું છે, અર્ધ વ્યવહારૂ સત્યોથી વીંટાયેલું છે, બહારના દેખાવમાં જ રાચે છે, પોતાની જ આસપાસ ફરે છે. એવા જીવનનું મૃત્યુ એનું નામ પુનર્જન્મ; આહીં જે પુનર્જન્મ પામતો નથી, તે કોઈ દિવસ જીવતો પણ નથી.
પણ માણસનો આવો પુનર્જન્મ એના સંસાર સાથેના સંબંધોમાંથી જ એણે મેળવવો રહ્યો. અંતરંગ જીવનની એકલી સુવાસ વાંઝણી છે. એ સુવાસે આસપાસની ધરતીને સુવાસિત કરવી રહી. એનું બીજું સ્વપ્ન છે; જે શબ્દ બોલવો એ શબ્દ આચરો - એનું નામ જીવન. એ આચરવાનો પ્રયત્ન - એમાં મળતો પરાજય, ફેર પ્રયત્ન - ફેર પરાજય - આ ઘટમાળ એ જીવનનો, વિકાસનો પંથ. દરેક પરાજય એક નાનો વિજય.
જેને પુનર્જન્મ નથી, જેને અનંત પ્રવાસીની ઝાંખી નથી. એ ભલે સો વર્ષ જીવે - એ એક પણ દિવસ જીવ્યો ન ગણાય.
The Game of life and how to play it. Il faèdil zvoys scirat સ્કોવેલ શિન્ન (Florence Scovel Shinn) કહે છે :
‘મોટાભાગના લોકો જીવનને એક સંગ્રામ ગણે છે. પણ એ કાંઈ સંગ્રામ નથી. એ તો એક ખેલ છે. પણ એ એવો ખેલ છે, જે અધ્યાત્મના નિયમોનું જન્મ પુનર્જન્મ
૮૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org